________________
૧૧૯ આત્મા એક હોવા છતાં એમાં એ બધું બની શકે છે. આત્માની વિવિધતા શા સારૂ રવીકારે છે ? વિવિધતા ન માનીએ તો બંધક્ષ અસંભવિત બને, કારણ કે એક જ વસ્તુને વિષે એકી સાથે બંધક્ષ રૂપ વિરૂદ્ધ ભાવેને સમાવેશ નથી હોત. પણ એની સામે એવી યુક્તિ આપી શકાય કે કોઈ એક ઘડામાં આકાશ બંધ થયું, એટલે ઘટમુક્ત આકાશ જેવું કંઈ ન રહે અને ઘરમુક્ત આકાશને લીધે ઘટબદ્ધ આકાશ પણ અસંભવિત બની જાય. જો તમે એમ કહો કે પ્રદેશભેદ રહેવાથી આકાશને વિષે એક સાથે બંધ તેમજ મોક્ષ પણ સંભવે છે તો પછી સર્વગત એવા એક જ આત્માને વિષે પ્રદેશભેદની કલ્પના કરી શકે છે અને બંધ તથા મોક્ષનું એકી સાથે આપણું પણ થઈ શકે. જૈનાચાર્યને મુદ્દે એટલો જ છે કે આત્માનું સર્વાગતત્વ અને સર્વવ્યાપકત્વ રવીકાય પછી એની વિવિધતા ન સ્વીકારે તે ચાલે. -
ન્યાયાચા કહે છે કે આત્મા વ્યાપક પદાર્થ ન હોય તો અનંતદિદેશવત ઉપર્યુક્ત પરમાણુઓની સાથે તેને સંયોગ ન સંભવે. અને એ રીતે એમ ન સંભવે શરીરની ઉત્પત્તિ પશુ ન સંભવે. જૈનો એના જવાબમાં કહે છે કે પરમાણુ-સમૂહને અકર્ષવા સારૂ, મેળવવા સારૂ આત્માએ વ્યાપક-પદાર્થ થવું જ જોઈએ એવો નિયમ નથી. ચુંબક તરફ લેટું ખેંચાય છે તેથી ચુંબકને આપણે વ્યાપક પદાર્થ નથી માનતા. તમે એ વાંધો ઉઠાવશે કે એવા ખેંચાણથી તે ત્રણ ભુવનના પરમાણુ આત્માની આગળ આકઈ આવે તે પછી શરીરનું પ્રમાણ કઈ રીતે રચાય ? શરીર–પ્રમાણ અનિશ્ચિત જ રહ્યા કરે, તો તમારા વ્યાપકવાદમાં પણ એજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org