________________
૧૨
રિકોને અંગ્રેજી અનુવાદ કરેલ તેને તપાસી અને છપાવી દે એવી એમની ઈચ્છા હતી. હું તે વખતે અંગ્રેજી અનુવાદ જાતે તપાસી કાંઈ પણ કહી શકું એવી યોગ્યતા ધરાવતે નહિ; તેથી મેં એ તપાસવાનું કામ તે વખતના મારા સાથી એક ગ્રેજ્યુએટ જૈન મિત્ર જે હમણાં જેલમાં છે તેમને આપ્યું. એ અંગ્રેજી અનુવાદ અમે છપાવી તો ન શક્યા. પણ અમારી એટલી ખાત્રી થઈ કે ભટ્ટાચાર્યજીએ આ અનુવાદમાં ખૂબ મહેનત કરી છે. અને તે દ્વારા તેમને જૈનશાસ્ત્રના હદયને સ્પર્શ કરવાની એક સરસ તક મળી છે. ત્યારબાદ આટલે વર્ષ જ્યારે તેમના બંગાળી લેખના અનુવાદે મેં વાંચ્યા ત્યારે તે વખતે ભટ્ટાચાર્યજી વિષે મેં જે ધારણા બાંધેલી તે વધારે પાકી થઈ અને સાચી પણ સિદ્ધ થઈ. શ્રીયુત ભટ્ટાચાર્યજીએ જૈન શાસ્ત્રનું વાંચન અને પરિશીલન લાંબા વખત લગી ચલાવેલું. એના પરિપાક રૂપે જ તેમના આ લેખે છે એમ કહેવું જોઈએ, જન્મ અને વાતાવરણથી જૈનેતર હોવા છતાં તેમના લેખમાં જે અનેકવિધ જૈન વિગતેની યથાર્થ માહિતી છે અને જૈન વિચાર સરણીને જે વાસ્તવિક સ્પર્શ છે તે તેમના અભ્યાસી અને ચોકસાઈપ્રધાન માનસની સાબીતી પૂરી પાડે છે. પૂર્વીય તેમજ પશ્ચિમીય તત્ત્વચિંતનનું વિશાળ વાંચન એમની એમ. એ. ડીગ્રીને ભાવે તેવું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org