SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ, સમભિરૂઢ તથા એભૂત ભેદે કરીને પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર છે. નૈગમ વસ્તુના સ્વરૂપનો વિચાર નહીં કરતાં કેઇ એક બાહ્યસ્વરૂપ સંબંધનો વિચાર કરવો એ નૈગમ. એક માણસ બળતણ, પાણી તથા બીજી સામગ્રી લઈને જતો હોય તેને પૂછવામાં આવે કે “તું આ શું કરે છે?” તો તે જવાબ આપશે કે “મારે રાંધવું છે. ” આ ઉત્તર નૈગમ નયની દૃષ્ટિએ છે. આમાં બળતણ, પાણી તથા બીજી સામગ્રીના સ્વરૂપ સંબંધી કંઇ ખુલાસો નથી. માત્ર એને શું ઉદ્દેશ છે તેનું જ વર્ણન આપે છે. સંગ્રહ વસ્તુના વિશેષ ભાવ તરફ લક્ષ ન આપતાં, જે ભાવ સંબધે તે વસ્તુ, તેની જાતિની બીજી વસ્તુની સાથે સદશતા કે સમાનતા ધરાવતી હોય તે તરફ દ્રષ્ટિ રાખવી તેનું નામ સંગ્રહનય. સંગ્રહનયની સાથે પાશ્ચાત્ય-દર્શનના Classification ની સરખામણ થઈ શકે. વ્યવહાર * ઉપરોક્ત નયથી આ એક જુદો પડે છે. વસ્તુતઃ સામાન્ય ભાવની ઉપેક્ષા કરી, વૈશિષ્ટય પ્રતિ દષ્ટિ જોડવી તેનું નામ વ્યવહાર-નય. પાશ્ચાત્ય વિજ્ઞાનની અંદર એને specification 24941 Individuation $2441 2412 3. વસ્તુની પરિધિને જરા વધુ સાંકડી બનાવીને, તેની વર્તમાન અવસ્થાદ્વારા નિરૂપણ કરવું એનું નામ ઋજુસૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy