________________
૮૨
ચેતના ચેતના ત્રણ પ્રકારે છે. કર્મફળાનુભૂતિ. કાર્યાનુભૂતિ અને જ્ઞાનાનુભૂતિ. સ્થાવરજીવો-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ,વનસ્પતિના જીવો કર્મફળ માત્ર વેદે છે. ત્રસજીવો-બે, ત્રણ, ચાર અને પાંચ ઈદિયવાળા છો–પિતાના કાર્યને અનુભવ કરે છે. ઉચ્ચ પ્રકારના જીવો જ્ઞાનના અધિકારી હોય છે. ચેતનાના આ ત્રણ પ્રકાર અથવા પર્યાયને, પૂર્ણ ચૈતન્યના કમવિકાસના ત્રણ થર કહીએ તો ચાલે. મનુષ્યથી જુદા છે માત્ર અચેતન યંત્ર જેવા છે એમ જેઓ કહે છે તેનું ખંડન હજારે વરસ પહેલાં જેનોએ કર્યું છે. વર્તમાન યુગમાં ક્રમવિકાસaim Hollaint-Evolutionary Psychology oly મૂળ સૂત્રો સ્વીકારવામાં આવ્યા છે તે પહેલેથીજ જૈનદર્શનમાં હતા. એ બે સૂત્રે આ રહ્યાઃ (૧) મનુષ્યથી જુદા-નીચી કોટીના પ્રાણીઓમાં એક પ્રકારનું-છેક છેલ્લા પ્રકારનું ચિતન્ય, Sub-human Consciousness હોય છે. માનવ-ચૈતન્ય, એજ ચૈતન્યમાંથી ક્રમે ક્રમે પ્રકટે છે. (૨) પ્રાણ તથા ચૈતન્યLife and consciousness બરાબર સહગામી હોય છે. co-extensive છે.
ઉપયોગ જીવને બીજું વિશિષ્ટ લક્ષણ ઉપયોગ છે. દર્શન તથા જ્ઞાનના ભેદે ઉપયોગના બે પ્રકાર છે.
દર્શન રૂપાદિ વિશેષ જ્ઞાન–વર્જિત સામાન્યની અનુભૂતિ તે દર્શન. દર્શનના ચાર પ્રકાર છે: (૧) ચક્ષુદર્શન (૨) અચસુદર્શન (૩) અવધિદર્શન (૪) કેવલદર્શન. ચક્ષુ સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org