SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ માનસિક અને વિચારશુદ્ધિ યોગાભ્યાસની પ્રગતિ માટે જરૂરી છે. (તારા દ્રષ્ટિ) (૨) સંતોષ: મનની સમાધાનકારક અવસ્થા. પોતાનું કર્તવ્ય કરતાં કરતાં પોતાની શકિતનો પૂર્ણ ઉપયોગ થવાથી સંતોષની જે સ્થિતિ નિર્માણ થાય. અથવા કોઈપણ સંજોગોમાં મન જે સમતોલવૃત્તિ રાખી શકે, તે સંતોષ. આવો સંતોષ યોગાભ્યાસથી સારી રીતે મેળવી શકાય છે. (૩) તપ: પ્રયત્નપૂર્વક એકાગ્ર અભ્યાસ દ્વારા કષ્ટ વેઠવાની, વિષમતા સહેવાની તૈયારી, શરીર કે મનની આળપંપાળથી દૂર રહેવાની વૃત્તિ. (૪) સ્વાધ્યાય: સતશાસ્ત્રનું શ્રાવણ, મનન, વાંચન, ચિંતન, નિદિધ્યાસન. અભ્યાસ વિના કશું સાર્થક નીવડતું નથી. (પ્રણવજપ). (૫) ગુરૂદર્શિત માર્ગ પ્રત્યે પૂર્ણનિષ્ઠા અને સર્વાપણ-એકાગ્ર ધ્યાનપૂર્વક સમર્પણ તે પ્રણિધાન. જૈન દર્શનના બાહ્ય આંતર તપમાં ઉપરોકત નિયમ-આચારોનો સમાવેશ થતો જોઈ શકાય છે. આસન (બલાદ્રષ્ટિ), પ્રાણાયામ (દીપ્ત દ્રષ્ટિ), પ્રત્યાહાર (સ્થિરા દ્રષ્ટિ), ધારણા (કાંતા દ્રષ્ટિ), બાન (પ્રભા દ્રષ્ટિ) અને સમાધિ (પરાદ્રષ્ટિ). અવિદ્યા વગેરે પાંચ કલેશોમાંથી મુકિતનો સાધનાકમ આઠ યોગાંગ દશવિલ છે. જે જિનસૂત્રોમાં આઠ દ્રષ્ટિરૂપે વર્ણવેલા છે. પ્રથમ ચાર, સાધનાની પૂર્વ તૈયારીરૂપ ગણી શકાય. આચાર્ય હરિભદ્રસૂરિ દ્વારા પ્રકાશિત આ આઠ દ્રષ્ટિથી અધ્યાત્મશ્રેણી સરળતાથી ચઢી શકાય. ગણિયશોવિજ્યજીએ આઠ દ્રષ્ટિ સજઝાય દ્વારા આ માર્ગ સરળ રીતે સમજાવ્યો છે. મહર્ષિ પાતંજલપ્રણીત પાતંજલ યોગદર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ એવી અષ્ટાંગયોગ પ્રણાલિકા નજરે પડે છે અને ચિત્તવૃત્તિ નિરોધ તે એ યોગ પ્રણાલિકાનું ધ્યેય છે. - સૂત્રોમાં લખ્યું છે: “હાલા સાધક શિષ્ય! વળી તે શ્રમણ મહાવીર ઉત્કટુક (ઉકડું આસન). ગોદોહિકા આસન (ગાય દોહતી વેળાનું આસન) તથા વીરાસન વગેરે આસનો સાધી, તે આસનો પર સ્થિર થઈ તથા સમાધિવંત બની (અંત:કરણની શુદ્ધિપૂર્વક)ને ધ્યાનમાં લીન થતા અને તે અવસ્થામાં ઊર્ધ્વલોક, અધોલોક અને તિરછોલોક અર્થાત કે ત્રણે લોકનું સ્વરૂપ વિચારતા.” (આ. ઉપાધાનશ્રુત ગા. ૧૨) અહિં ધ્યાનસ્થ સાધકને માટે આસનોની અગત્ય તથા ધ્યાનનો હેતુ ચિનસમાધિ જાળવવાનો છે, તે સમજાવ્યું છે અને ચિત્તશુદ્ધિ વિના ચિત્તસમાધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy