SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ બીજા પુરુષના મનોભાવ તીવ્રતર હોવાથી નીલલત લેશ્માધારક ત્રીજા પુરુષના મનોભાવ તીવ્ર હોવાથી કાપોત લેશ્મા (તેોલેશ્યા) ધારક ચોથા પુરુષના મનોભાવ મંદ હોવાથી પીત લેશ્મા (તેજોલેશ્યા) ધારક પાંચમા પુરુષના મનોભાવ મંદતર હોવાથી પદ્મલેશ્યા ધારક. છઠ્ઠા પુરુષના મનોભાવ મંદત્તમ હોવાથી શુકલલેશ્યા ધારક. આમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓની ગણના અશુદ્ધ લેશ્યાઓમાં થાય છે. તેમાં પૂર્વપૂર્વની વધારે અશુદ્ધ છે. પીત, પદ્મ અને શુકલ લેશ્યાઓની ગણના શુભ લેશ્યાઓમાં થાય છે. તે ઉત્તરોત્તર વધારે શુદ્ધ છે. શાસ્ત્રોમાં લેશ્યાઓના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના પણ વર્ણનો છે. પરિણામો અને લક્ષણો ૧. કૃષ્ણ લેશ્યા : આ લેશ્માવાળો જીવ પાંચ આસવમાં પ્રવૃત્ત હોય એટલે હિંસા કરતો હોય, જુઠ્ઠું બોલતો હોય, ચોરી કરતો હોય, લંપટ હોય, મહાપરિગ્રહી હોય, એકઠું કરવામાં જ જેને રસ હોય, વિષયી હોય, ઈન્દ્રિજન્ય સુખમાં જ રાચતો હોય, ખાવું પીવું ને મોજ કરવી એ જ ઉદ્દેશ હોય, તીવ્ર ક્રોધ કરનારો, વેર રાખનાર, ઝઘડાળુ, ધર્મ અને દયાર્થી રહિત, ક્રૂર, દુષ્ટ, નિર્દય, પાપા કરતાં ડરે નહિં એવો, વિવેકશૂન્ય, માની, છળ-કપટયુકત, માયાવી, આળસુ, ડરપોક, સ્વચ્છંદી, મન-વચન-કાયાનો કોઈ નિયંત્રણ કરનાર ન હોય, ત્રણ ગુપ્તિઓથી અગુપ્ત હોય, કડવાં મર્મભેદક વચન બોલનારો, કટુભાષી, કાયાનું મનસ્વીપ્રવર્તન કરનારો, છ કાયના જીવોની હિંસા કરનારો, સંકુચિત, નિર્મમ અને અનુદાર હોય. (ઉત્ત. અ.૩૪, ગા.૨૧-૨૨) નીલલેશ્યા ૨. આ લેશ્માવાળો જીવ ઈર્ષાળુ હોય. બીજાના સદ્ગુણો કે ચડતી જોઈ ન શકનારો બળતલ હોય, જિદ્દી, કદાગ્રહી હોય તપરહિત, મિથ્યાત્વમાં રાચનારો, વિષયોમાં અત્યંત આસકત, લોભી, ઠગનાર, નિર્લજ્જ, બીજાને છેતરનારો હોય, અહંકારી, કાયર, જીભનો લાલચ, પોતાના સુખને જ શોધનારો, મહાસ્વાથી ધૈયુકત, બીજાને હરકોઈ રીતે ઉતારી પાડનાર, દેખો, છળ-કપટયુકત, હિંસક ધંધાઓ કરનાર, બેજવાબદાર અને અમૃત ભાષણ કરનાર હોય. (ઉત્ત. અ.૩૪., ગા. ૨૩-૨૪) ૩. કાપોતલેશ્યા: આ લેશ્યાવાળો જીવ બીજાની નિંદા કરનાર, પોતાની પ્રશંસામાં રાચનાર, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy