________________
૭૫
(ઉત્ત. અ.૯, ગા. ૪૮) જો સર્વ વસ્તુઓથી ભરેલો આ લોક કોઈ એક મનુષ્યને આપી દેવામાં આવે તો પણ તેનાથી તેને સંતોષ થતો નથી. ખરેખર! આ આત્મા તૃપ્ત થવો કઠિન છે.
- (ઉત્ત. અ.૮. ગા.૧૬) એક લોભી માણસને ચોખા, જવ વગેરે ધાન્યો તથા હિરણ્ય અને પશુથી ભરેલી આખી પૃથ્વી આપી દીધી હોય, તો પણ તેને સંતોષ થતો નથી. એમ સમજીને તૃષ્ણા ત્યાગરૂપી તપને સાધકે આચરવું જોઈએ.
(ઉત્ત. અ.૯, ગા.૪૯) પ્રશ્ન: હે ભગવન્! લોભને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર: હે શિષ્ય! લોભને જિતવાથી જીવ સંતોષ ગુણ ઉપાર્જન કરે. (ઉત્ત.
અ.૨૯, ગા.2) જેમ લાભ વધે તેમ લોભ વધે” મહાવીર સ્વામીએ અંતિમ દેશનામાં અંતિમ છેડાની વાત કહી દીધી. આ તથ્ય મનોવૈજ્ઞાનિક છે. પ્રથમ દ્રષ્ટિએ રહસ્યમય લાગે તેવી છે.
પરિગ્રહ ગરીબ-જરૂરતમંદને માત્ર જરૂરી- આવશ્યક વસ્તુઓની જ ઈચ્છા હોય છે. પરંતુ જો લાભ વૃદ્ધિ થતી જાય, તેમ એષણાઓ વધતી જાય. એષણાઓનો તો અંત જ નથી. લોભને થોભ નથી હોતો. લોભવૃત્તિનો સંબંધ મનોવૃત્તિ સાથે છે. માનવી પાસે જે છે, તેનાથી જો એને સંતોષ ન હોય, તો ગમે તેટલું મેળવે તો પણ સંતોષ નહિ થાય.
જેમ અક્ષયપાત્ર કદી ખાલી થતું નથી.
તેમ લોભપાત્ર કદી ભરાતું નથી. માણસે Need જરૂરીયાતો અને Greed લોભ વૃત્તિ વચ્ચેની ભેદરેખા સમજી લેવી જોઈએ.
લોભવૃત્તિમાંથી સંગ્રહવૃત્તિ, પરિગ્રહ જન્મે છે. પરિગ્રહ શબ્દ “પરિ” ઉપસર્ગ સાથે “ગ્રહ ધાતુ દ્વારા બનેલ છે. પરિ’ એટલે ચારે બાજુએથી. “ગ્રહ’ એટલે ગ્રહણ કરવું. તે પોતાના રક્ષણ માટે, પોતાની પ્રતિષ્ઠા માટે, પોતાના યશ, લોભ માટે એમ પોતા માટે ચારેબાજુએથી જે ગ્રહણ કરાય. તેને તમામ શાસ્ત્રકારોએ પરિગ્રહનો અર્થ સ્વીકારેલ છે.
મૂછ એ આંતરપરિગ્રહનું નામ છે. આંતર પરિગ્રહમાંથી જ બાહ્ય પરિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org