________________
૬૫
ઉત્તર: હે શિષ્ય, ક્રોધને જિતવાથી જીવ ક્ષમાગુણનું ઉપાર્જન કરે.
(ઉત્ત.અ. ૨૯, ગા. ૬૭) (દશ.અ.૬, ગા.૧૨. અ.૭, ગા.૧,૨,૩,૫,૧૧,૧૨,૧૩,૫૦,૫૪,૫૫, ૫૬ અ.૮ ગા.૩૮,૪૭,૪૮,૪૯, ઉત્ત. અ.૧. ગા. ૧૧,૨૫).
ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. શ્રીમદ્ રાજચંદ્ર
કષાયના દરેક ઘટકને તરતમતા-તીવ્ર-મંદતા અનુસાર ચાર વિભાગ કરવામાં આવ્યા છે.
અનંતાનુંબધી કષાય અતિ તીવ્ર હોય છે. પ્રત્યાખ્યાન કષાય તીવ્ર હોય છે. અપ્રત્યાખ્યાન કષાય મંદ હોય છે. સમજવલન કષાય અતિમંદ હોય છે.
કોધ:
અનંતાનુબંધી: પર્વતમાં પડેલી ફાટ જેવો, પર્વતમાં ફાટ પડી હોય, તો તે સંધાતી નથી. તેમ આ કોધ ઉત્પન્ન થયો હોય, તો જીવન પર શાંત થતો નથી. એટલે કે કોઈ એ માનવીની સહજ પ્રકૃતિ કે સ્વભાવ બની જાય છે. કોધીનું લેબલ લાગી જાય છે.
અપ્રત્યાખાની: પથ્વીમાં પડેલી કાટ જેવો. ૫થ્વીમાં કાટ પડી હોય તો વરસાદ આવે ત્યારે પૂરાઈ જાય છે, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયો હોય તો લાંબા સમયે, નિમિત્ત મળે શાંત થઈ જાય છે.
પ્રત્યાખાની: રેતીમાં દોરેલી રેખા જેવો. રેતીમાં રેખા દોરી હોય તો પવનનો સપાટો આવતાં લય પામે તેમ આ કોધ થોડા સમયમાં શાંત થાય છે. રેતીનું ઘર કે રેતમાં દોરેલી રેખાઓ અલ્પજીવી હોય છે.
સંજવલન: પાણીમાં દોરેલી રેખા જેવો, પાણીમાં રેખા દોરી હોય. તો તરત લય પામે છે, તમે આ ક્રોધ ઉભવ થતાં જ તરત શાંત થઈ જાય છે. આ ક્ષણજીવી છે. માનવીનું જીવન પણ અનંતકાળની અપેક્ષાએ પાણીમાં દોરેલી રેખા જેવું જ છે.
કોઈ ભારે પીડાજનક બાબત છે. ક્રોધ એટલે ટૂંક સમય માટે “સ્વ” સાથે થયેલો સંબંધવિચ્છેદ. કોઈ એ અપર્યાપ્તાની નિશાની છે. ક્રોધ અને ભય બન્નેમાં - તેવી ક્ષણોમાં જાત સાથેનો સંબંધ ખોરવાઈ જાય છે. કોઈ આવે, ત્યારે જે જે વિચારો આવે તેને અમલમાં મૂકવા નહિં કારણ પોતાના મૂળ સ્વ'થી છૂટા પડેલો માણસ રઘવાયો બની જાય છે. મનોવિજ્ઞાન કોધને “ટેમ્પરરી મૅડનૈસ” તાત્પરતી ચિત્તભ્રમની કે ગાંડપણની દશા તરીકે વર્ણવે છે. Anger is brief Madness.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org