SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ છે અને નામના હોય તો પણ ક્રોધ થકી નષ્ટ પામે છે. એનો શત્રુ આનાથી રાજી થાય છે. ૬. ક્રોધી માણસ ઈચ્છે છે કે પોતાના શત્રુને કોઈ મિત્ર ન હોય. કારણ કોઈપણ ક્રોધી માણસ પોતાનો શત્રુ બહોળું મિત્રમંડળ ધરાવતો હોય, તે સાંખી શકતો નથી. ક્રોધી સ્વભાવનો માણસ ઝઘડાળુ અને ચીડિયો હોય છે. તે કોઈની સાથે સારો વ્યવહાર કરી શકતો નથી. મિત્રો-સ્વજનો-સગાંઓ તેને ટાળે છે. તે મિત્રવિહિન થઈ જાય છે. આથી એનો શત્રુ રાજી થાય છે. ૭. ક્રોધી માણસ ઈચ્છે છે કે એના શત્રુની સદ્ગતિ ન થાય. મરીને તે નરકમાં જાય. ક્રોધી માણસ ક્રોધ કરે ત્યારે મન, વચન અને કર્મથી દુષ્કર્મમાં પ્રવૃત્ત થાય છે. દુષ્કર્મ કરનાર માણસ મરીને નરકમાં જાય છે. આથી હે આનંદ આ સાત કારણોથી તેનો દુશ્મન રાજી થાય છે. ક્રોધમાંથી તે - નિમિત્તે ઉત્પન્ન થતાં અનિષ્ટોની યાદી બહુ લાંબી છે. ક્રોધ એ એવું તેજાબ છે, કે તે જે પાત્રમાં હોય, તેને પ્રથમ બાળે છે. ક્રોધ કરવાથી સામા માણસને નુકશાન નથી થતું, પણ ક્રોધ કરનારને એના કડવાં પરિણામ ભોગવવાં પડે છે. માનવીનો પ્રથમ નંબરનો દુશ્મન ક્રોધ અનેક હોનારતો સર્જે છે. ક્ષણમાત્રમાં વર્ષો જુના સંબંધો તૂટી જાય છે. પેઢી દર પેઢીમાં વેરની પરંપરા સર્જનાર પણ ક્રોધ જ છે. વર્ષોના જપ-તપ પણ નષ્ટ કરનાર ક્રોધ ખતરનાક અગ્નિ જેવો છે. લાકડું સળગતા ગુપ્તરૂપે રહેલ અગ્નિ જયારે પ્રગટ થાય છે, ત્યારે અંતે તો લાકડાને જ બાળે છે, તેવી જ રીતે ક્રોધ પણ છેવટે તો ક્રોધીને જ બાળે છે- મારે છે. સંત તુલસીદાસે ક્રોધને ‘નરકનો પંથ' કહ્યો છે. જગતભરના ચિંતકોએ ક્રોધથી દૂર રહેવાનો ઉપદેશ આપો છે. મહાવીરના શિષ્ય ગોશાલકનું દ્રષ્ટાંત સુવિદિત છે. કમઠની વાત સૌ જાણે છે. પાર્શ્વનાથની સામે કેટકેટલી ક્રોધીષ્ઠ પ્રકૃત્તિઓ - આકૃત્તિઓ ખડી કરી નવ નવ ભવ સુધી એ ક્રોધે વેર લેવાની પરંપરા સર્જી. મહાવીર સ્વામી સામે થયેલા અનેક ઉપસર્ગોની મૂળમાં ક્રોધ જ છે. સૂત્રમાં કહ્યું છે: ઉત્તમસ્ય ક્ષણં ક્રોધો દ્વિ યામં મધ્યસ્થ તુ । અધમસ્ય ત્વહોરાત્રે ચિરં ક્રોધોઽધમાધમ: । ઉત્તમ પુરુષને ક્ષણ માત્ર ક્રોધ રહે, મધ્યમને બે પહોર, અધમને અહોરાત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy