________________
સહજ સ્ફૂરણા...
પૂ. ડૉ. રમણભાઈ ચી. શાહ અને પ્રા. તારાબેન ર. શાહના સાન્નિધ્યમાં એમના વરદ્ હસ્તે આ ગ્રંથનું વિમોચન, મારા માટે ઋણાનુબંધનું પરમ સૌભાગ્ય છે. સાતમા જૈન સાહિત્ય સમારોહ પાલનપુરમાં પ્રથમ આ વિષય રજુ થયો. પૂ. રમણભાઈને ગમ્યો. પછી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા, માટુંગા, ભાંડુપ, પ્રેમપુરી આશ્રમ અને રોટરી કલબ વગેરે મધે રજુ થયો. તેમજ ‘પગદંડી' તથા સંકલ્પમાં પ્રગટ થયો.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની વ્યાખ્યા મુજબ ‘શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્વસ્થતા મળીને સંપૂર્ણ સર્વાંગી સ્વાસ્થ્ય બને છે.’ અધ્યાત્મ અને વિજ્ઞાનને સાંકળી લેતા વિસ્તૃત અને અનેકવિધ આયામોવાળા વિષયની ઝાંખી માત્ર આ ગ્રંથમાં આપી શકાઈ છે. અધ્યાત્મમાં અંતિમ સત્ય છે, પણ સાબિતીઓ નથી. વિજ્ઞાનમાં સાબિતીઓ છે, પણ અંતિમ સત્ય નથી. વિજ્ઞાન સતત વિકાસશીલ છે, જયારે યોગને શ્રી અરવિંદે Growth of Experience કહ્યો છે. આ ગ્રંથમાં થોડું સમાવી શકાયું છે, ઘણું બધું રહી ગયું છે. પ્રવેશિકારૂપે આ ગ્રંથ ઉપયોગી નીવડશે, તો આનંદ થશે.
સુજ્ઞ સન્મિત્ર શ્રી લક્ષ્મીચંદ (બચુભાઈ) વિશનજી રાંભિઆ, આત્મીય ભાઈ લીલાધર ગડા, બિદડા સર્વોદય ટ્રસ્ટના વડીલ કાર્યકરો, આર્થિક સહયોગ અર્પનાર સજજનો, શ્રી વિશનજી નાનજી મેવાવાલા, શ્રી કાન્તિલાલ આર. શાહ, મારા મિત્રો શ્રી ધર્મેન પડીયા, શ્રી કિશોર પારેખ, શ્રી વલ્લભ ગાલા, હર્ષા પ્રિન્ટરીના ભાઈશ્રી કેશવજી ગોગરી, ભાઈ મનહર, શ્રી પટેલ, મારાં પત્ની, બાળકો ડૉ. ધવલ, ડૉ. શિલ્પા, પુત્રવધૂ, ડૉ. ગીતા તેમજ સહયોગ અર્પનાર તમામ સહૃદયી મિત્રોનો હું ઋણી છું.
ENGIMA સમ પૌત્રી ઈપ્સા કેમ ભૂલાય ?
મુંબઈ ૩૦-૧૨-૯૧
નેમચંદ મેઘજી ગાલા, એડવોકેટ, ‘તેજ કિરણ’ નવરોજી હિલ રોડ નં. ૫, ડોંગરી, મુંબઈ-૯. ટે.નં. ૮૬૫૮૭૩.
Jain Education International
For Private & Personal Use Only
લિ. ગુણાનુરાગી નેમચંદ ગાલા
www.jainelibrary.org