SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ દાદાગીરી અને આક્રમકતાની ટેવ છોડી દે, સહિષ્ણુતા, સમજણ, જતું કરવાની વૃત્તિ અપનાવે તથા જીવો અને જીવવા દોના વૈશ્વિક સિદ્ધાંતનું પરિશીલન કરે અને પોતાની મુસીબતોની રેકોર્ડ બધા પાસે વગાડવાની બંધ કરે, તો ઘણે અંશે સ્વસ્થ થવા પામે. થૉરો કહેતા: “આત્માની એક પણ જરૂરિયાત પૈસાથી ખરીદી શકાતી નથી.” ‘MENS SANA INA CORPORE SANO' Helz udci 21441 GISTRU ડહાપણભરી વાત કહી હતી. સ્વસ્થ મન સ્વસ્થ શરીરમાં વસે છે. Good Health ads years to your life and Love ads life to your years. પશ્ચિમી શુભેચ્છા પરંપરાવિધિને ટોસ્ટ કહેવાય છે. સમારંભોની આવશ્યક ક્રિયા, જેમાં કહેવાય છે : Here's to your Health Happiness and Success.' જીવનમાં માણસ જે ઈચ્છે છે, તેનું આલ્ફા અને ઓમેગા આમાં આવી જાય છે. સારી તંદુરસ્તીવાળો માણસ સુખી હોવાનો જ અને સુખી માણસના સફળ થવાના સંજોગો ઉજળા હોય છે. પ્રથમ રાતનો અણઘડ અને જંગલી વ્યવહાર નવોઢાના હૈયા પર ન રુઝાય એવા ઘાવ કરી દે છે. જેમાંથી આયુષ્યભરની માંદગી જન્મે છે. થાક, માથાનો દુ:ખાવો, ચકકર, સમસ્ત પુરુષ જાતિ પ્રત્યે નફરત, માતૃત્વ માટે નિરૂત્સાહ અને હિસ્ટેરિયા. માત્ર ફૂલોની એ જ પર્યાપ્ત નથી હોતી, અંદર ફૂલ ખીલવા જોઈએ, એની સુગંધ અને કુમાશનો સ્પર્શ થવો જોઈએ. મૈત્રીભર્યા સહાનુભૂતિયુકત સૌજન્યપૂર્ણ વ્યવહાર જીવનની દિશા પલટાવી દે છે. બાળકો સમતોલ અને સ્વસ્થ જન્મે છે. એક યુવતી, જે દુન્વયી ધોરણો પ્રમાણે દેખાવડી ન કહી શકાય. હું દેખાવડી નથી, મને કોણ પ્રેમ કરશે? કોણ લગ્ન કરશે? આ ભાવનાથી પીડાતી, સૂનમૂન બેસી રહેતી, નર્વસ બ્રેકડાઉનના હુમલાઓ આવતા. મનોવિજ્ઞાની ડૉ. થીઓડૉર રેઈકે એની ચિકિત્સા કરી. ‘તું તો પ્રેમ કરી શકે છે ને? કોઈ કરે ન કરે. પ્રેમ કરનારને પ્રેમ મળે જ છે.' યુવતીના મનમાંથી કદરૂપતાની ગ્રંથિ ધીરે ધીરે નિર્મૂળ થઈ ગઈ. કોઈ નારી આ સૃષ્ટિ પર કદરૂપી જન્મી નથી. બાળકને પોતાની માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy