SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ગાંધીની દેહવિષ્ટની કોઈએ ક્યારે અદેખાઈ કરી નથી!'' Ego Centric Crank, સ્વકેન્દ્રીય, સ્વાર્થી, દંભી, અતડા અને પોતાને તથા અન્યને છેતરનાર મિત્રવિહિન એકલવાયા થઈ જાય છે. પોતાની જ આસાપાસ અહંની સૃષ્ટિમાં વિહરતા હોય છે. ઉર્મિતંત્ર અને જ્ઞાનતંતુ-તંત્રના રોગોના જલ્દી ભોગ બને છે. પીડા વધુ પીડાકારી લાગે છે. પોતા સિવાય કોઈને ચાહી શકતા નથી. પોતાને કેમ કોઈ ચાહતું નથી એ પ્રશ્નનો જવાબ પણ શોધી શકતા નથી. શોબાજીમાં જ જીવન વ્યતીત થઈ જાય છે. ખુશામત કરનારા લોકો જ ગમે છે. પોતે બે શબ્દો પ્રશંસાના પણ બોલી શકતા નથી. સતત ધૃણા માનવીનો સ્વભાવ બની જાય છે. ધૃણા થકી અલ્સરની બિમારી, સતત માથાનો દુખાવો, ચામડી પર રૅશ જેવું થવું, ભૂખ ન લાગવી, રાતોની રાતો ઉંઘ વગર જાગતા પડી રહેવું, ઊંચુ બ્લડ પ્રેશર, સતત માનસિક તાણયુકત અવસ્થા, લગ્નજીવનમાં વિખવાદ, કાર્યશકિત કુંઠિત થઈ જાય, મિત્રો દૂર થતા જાય વગેરે ઘણી બધી વિટંબણાઓ સર્જાય છે. થાઈરોઈડ ગ્રંથિની તકલીફ, મગજની નસ તૂટી જવી જેવી તકલીફો પણ શકય હોય છે. એક યુવાન સાધન સંપન્ન માણસ આખી નારીજાતિ દુશ્મન હોય તેમ વર્તતો. જે સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો તે પાછું જોયા વગર ભાગી છૂટતી. એને અલ્સર-ચાંદાની બિમારી થઈ. મનોવિશ્લેષણમાં બહાર આવ્યું કે નાનપણમાં પિતાનો દેહાંત થયો. માતાએ બીજા લગ્ન કર્યા. સાવકો બાપ દારૂડીયો હતો. માતાએ બાળકની કોઈ ખેવના રાખી નહિં. પ્રેમ મળ્યો નહિં. બાળક સ્નેહવંચિત રહી ગયો એટલે સમસ્ત નારી જાતિ પ્રત્યે વેર ધારણ કર્યું. અજ્ઞાત મનમાંથી જયારે મૂળ કારણ સપાટી પર આવ્યું, સમજાયું ત્યારે વેરવૃત્તિ અને ચાંદામાંથી મુકત થયો. જો ધરબાયેલું મૂળ કારણ જાગૃતિની સપાટી પર આવી જાય સમજાઈ જાય, તો માનવી એમાંથી મુકત થઈ શકે. મનોવિશ્લેષકનું આજ કામ છે. ધિકકાર એક મહારોગ છે. એનું મારણ છે પ્રેમ. હૂંફના અભાવમાંથી અનેક પ્રકારના રોગો પેદા થાય છે. માનવીનું પ્રફૂલ્લન Blossoming, એ જ વિકાસની યાત્રા છે, વણથંભી કૂચ. મનોવિજ્ઞાની ડૉ. હેની લિન્ક ભારપૂર્વક કહેતા: માનવીના વિકાસ સાથે જ એના સુખની સીમા વિસ્તરે છે. ચેતોવિસ્તારની કરામત છે ‘“આ ફિલસૂફી નવી નથી પણ માણસે એના પર ધ્યાન આપ્યું નથી. સારી કંપનીમાં ઉચ્ચ એકઝીકયુટીવ હોદ્દો ધરાવનાર મધ્યમ વયના બેનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy