________________
૪૪
અગાઉ, તે જ મા-બાપ એવા જ વર્તાવ સંતાનો સાથે કરે છે. મારે છે-પીટે છે. પોતાને જે ભોગવવું પડયું છે, તેનું વેર સંતાનો સામે લે છે. આવા હિંસક વર્તનમાં જે ધિકકારની વૃત્તિ નિહિત છે, તે મા-બાપ સમજતા નથી. પોતાને મારનાર પિતા તરફની ધિકકારની વૃત્તિ વ્યાજસહિત સંતાનો તરફ વળે છે.
આજ છોકરાઓ મોટા થતાં, જે જે એમના સંપર્કમાં આવે તેમને ધિકકાર અને ધૃણાથી જુએ છે અને એમનાં બાળકો જ એ જ વૃત્તિનો ભોગ બની મારા ખાય છે. આ પરંપરા પેઢી દરપેઢી ચાલે છે. દરેક છોકરો કન્ડીશન્ડ થઈ જાય છે. પોતાના પિતાનું જ અનુકરણ કરે છે.
ભયને નિર્મૂળ કર્યા વિના ધિકકાર નિમૂળ થતો નથી. મૃત્યુનો ભય, ઈશ્વરનો ભય, ભયનો ભય, ધિકકારને જન્મ આપે છે.
ધકકાર એ નકારાત્મક અને વિકૃત વૃત્તિ છે. દરેક નકારાત્મક ઊર્મિ-વૃત્તિ કે આવેગ અચૂકપણે માંદગીને નિમંત્રે છે. પોતાને ધિકકારનાર બીજાને ધિકકારે છે. સમાજને ધિકકારે છે.
સભ્ય સમાજોમાં, સંપન્ન અને વિકસિત રાષ્ટ્રોમાં પણ બાળકો પ્રત્યે જે હિંસા આચરવામાં આવે છે તે કલ્પનાતીત છે. કૂતરા-બિલાડાને વહાલ કરનાર લોકો બાળકની હત્યા સુધી પહોંચી જાય છે.
સ્વીડન જેવા દેશમાં મા-બાપ સંતાનને મારે, તો પડોશી પોલીસને ફોન કરી દે છે. પોલીસ પગલાં લે છે.
ઘૂણામાંથી જ હુલ્લડો થાય છે, મહાયુદ્ધો થાય છે, હિંસાનું તાંડવ રચાય છે. પિતા પ્રત્યે વૈમનસ્ય-ધૃણા સેવનાર બાળક, કિશોર કે યુવાન થતાં ગુનેગાર Criminal થઈ ગયાના ઘણા દાખલા છે. આવા લોકોને શિસ્ત અને સત્તાધીશ ગમતાં નથી. વર્ચસ્વ ધરાવનાર પિતા કાયદાનું, શાસનનું પ્રતીક બની જાય છે. કાયદો એમને સજા કરે છે. માણસ પોતે એ સજાનું વેર સમાજ સામે લે છે. પોતે જાતને સજા કરે છે અને અનેક રોગને નિમંત્રે છે. માનસિક અપ - નર્વસ ઈન્ડાએઝેશન
મનોવિજ્ઞાની ડો. ફેંક કેપ્રીઓએ એક કિસ્સો ટાંકયો છે. સ્વાદિષ્ટ રસોઈ બનાવનાર પત્નીના પતિને રસોઈ પ્રત્યે કોઈ ફરિયાદ નથી હોતી. છતાં જમ્યા પછી એક કલાકે પેટમાં ચૂંક આવે, મુંગી આવે, ઉબકા જેવું થાય, ગેસ ભરાયો હોય એવું લાગે, હદયના વિસ્તારમાં બળતરા થાય વગેરે ચાંદા જેવા લક્ષણો દેખાય. મનોવિશ્લેષણ પછી ડોકટરે કારણ શોધી કાઢયું. લગ્નજીવન સુખી ન હતું. પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org