SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અર્થાત: કોઈપણ પ્રાણી પાપ કરો નહિ. કોઈપણ જીવ દુ:ખી થાઓ નહિં. આ આખું જગત કર્મબંધનથી મુકત થાઓ. આવી બુદ્ધિને મૈત્રીભાવના કહેવાય છે. આવા શુભ ચિંતનું પ્રત્યક્ષ શુભ આરોગ્યપ્રદ પરિણામ નિર્માણ થાય છે. જૈન દર્શનમાં કાયોત્સર્ગ (કાઉન્સગ) અને ધ્યાનનો અભ્યતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છ આવશ્યક ક્રિયાઓમાં પણ એક કાઉસ્સગ છે. કાઉસ્સગની બધી મુદ્રાઓ યોગની મુદ્રાઓ છે. ધ્યાનયુકત કાઉસ્સગમાં ચૈતસિક પરિવર્તનો થાય છે. જેમાં એક છે એ અવસ્થામાં મગજનાં આલ્ફા કિરણોનો વિસ્તાર વધી જાય છે અને વૃદ્ધિ થાય છે. જેથી સુક્ષ્મ સંવેદનોને ગ્રહણ કરવાની મનની શકિતનો વિસ્તાર વધે છે અને રોગ સામેની પ્રતિકારશકિત વધે છે. યોગની ક્રિયાઓ મન અને મનથી તનને સક્ષમ રાખે છે. ગાંધીજીને પ્રાર્થના, સ્તુતિ ઉપાસનામાં અપાર શ્રદ્ધા હતી. એના પ્રભાવશાળી પરિણામો એમને પ્રત્યક્ષ હતા. તેવી જ રીતે ડૉ. એલેકસીસ કેરલે પ્રાર્થનાને વૈજ્ઞાનિક પરિણામ આપી એના અદ્ભુત અને કલ્યાણકારી અને ઉર્ધ્વગામી પરિણામોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. ડૉ. કેરલ વૈજ્ઞાનિક હતા. નોબેલ પ્રાઈઝ વિજેતા હતા. દરેક અાત્મ વિચારધારાઓ ચિંતાને બદલે ચિંતન, કકળાટને બદલે ભકિત અને પ્રાર્થના પર ભાર મૂક્યો છે. તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ છે અને બુદ્ધિયુકત છે. અને જૈન દર્શન નિરપવાદ રીતે બુદ્ધિગમ છે Rational છે અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. હજારો વર્ષ પૂર્વે જૈન દર્શને જે પ્રતિપાદન કર્યું છે તેને વૈજ્ઞાનિકો આ યુગમાં પ્રયોગો બાદ સમર્થન આપતા જાય છે. તિર્થંકરોની અનંત જ્ઞાન-પ્રજ્ઞાને આ ઉદાત્ત સલામી છે. સહજ આનંદ માન્ચેસ્ટરના ડૉકટર જેમ્સ હેમિલ્ટનના દવાખાનામાં એક દર્દી પ્રવેશ્યો. દર્દીના ચહેરા પર સાક્ષાત્ મૃત્યુના ઓછાયા તરવરતા હતા. ‘તમે માંદા લાગો છો? શી તક્લીફ છે?' ડૉકટરે પૂછયું. હું ખૂબ ભયભીત છું. હતાશાની ગર્તમાં ધકેલાઈ ગયો છું... કશી વાત પણ મને આનંદ આપી શકતી નથી... જીવવામાં કોઈ રસ રહ્યો નથી. હું મરી જઈશ... આપઘાત કરી બેસીશ... મને આમાંથી ઉગારો.... દર્દીએ કાલૂદી કરી. - ‘મિત્ર, તમારો રોગ કંઈ ગંભીર નથી. તમારા પોતાના સકંજામાંથી તમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy