SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પંગુ નથી કે એને ઘોડી જોઈએ. આજના માણસનો આનંદ અન્યની મુઠ્ઠીમાં બંધ હોય છે! માનવીના અંતરમાં સુખના ઝરણાં છે, પણ માનવીને એનો પરિચય નથી કારણ માનવી એકલો પડવા જ માગતો નથી. મિત્રો, વીડીઓ, પાનાં, કલબ અનેક આશ્રય સ્થાનો છે. એકલો પડે, તો પોતાનો જ મુકાબલો - Confrontation થઈ જાય છે, ત્યારે અંદરવાળો સત્તર સવાલ પૂછે છે. જેનો એની પાસે જવાબ હોતો નથી. માણસ ભીડમાં જ પોતાથી દૂર અને સુરક્ષિત છે, એમ સમજી રાચવા માગે છે. એકાંત અકારું થઈ પડે છે. ભીડ માનવીના સ્વાસ્થ પર મોટો પ્રહાર કરે છે. વ્યકિતતાને ખતમ કરે છે. પોતાનું એકાંત ભીડમાંથી બચી ઉભું કરવું એ પણ એક પરાક્રમ કહેવાય. એકાંત સાધનાનું એટલું જ મહત્ત્વ છે. એકાંતમાં જ સુખના નિર્મળ જળમાં ડૂબકી મારી શકાય છે. ઈન્દ્રિયજનિત કે પદાર્થલક્ષી દુ:ખ કે સુખ ક્ષણજીવી કે અલ્પજીવી હોય છે. જે સુખ હંગામી હોય, પર-આધારિત હોય, તેનો શો ફાયદો? શ્રીમદ્ રાજચંદ્ર એ લખ્યું છે. પ્રશ્ચાત દુ:ખ તે સુખ નહિં જે સુખની પાછળ દુ:ખ એજીન પાછળ લાગેલ ડબ્બાની જેમ પાછળ પાછળ ચાલ્યું આવતું હોય તેને સુખ કેમ કહેવાય? બહારના ભોગો - એષણાઓની પૂર્તિના પ્રયાસમાંથી આસકિત છૂટે, અને અંદર આત્મભાવના ઝરણા ફૂટે તે સુખ અક્ષય ગણાય. માણસને સુખનો અધિકાર છે. અધિકાર પહેલાં આજ્ઞાપાલન આવે છે. માણસ નિયમનું પાલન કરે છે ત્યારે નિયમ માણસને આધીન વર્તે છે. માણસ સ્વતંત્ર છે, પણ એ સ્વતંત્રતા સ્વયંશિસ્તને આધીન છે. નહિ તો 24 79289eal s&44. “Freedom within Discipline'. તમામ અનિષ્ટોનું મૂળ અહંકાર અને અપેક્ષા છે. ઈચ્છા વડે ઈચ્છારહિત થવું એ સ્વાઓનો રાજમાર્ગ છે. સતત માંદગીનો ભય, એના જ વિચારો, માંદગી નોતરે છે. રોગની જેમ આરોગ્ય પણ ચેપી છે. Surround yourself with happy faces પ્રફુલ્લિત માનવીઓનો સહવાસ પ્રસન્નતા અર્પે છે. રોદણાં રડતા મનોરુષ્ણ માણસોનો સહવાસ રોગનો ચેપ આપે છે. રોગ કે જંતુનો ભય લાગતો હોય તો રોગ ભરપૂર પરિસ્થિતિમાં નિર્ભય થઈ વિચરવું. તો તમે રોગથી અસ્પૃશ્ય રહેશો. તમારા આંદોલનો અને જંતુનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy