SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ એને કારણે પણ એ માનસિક રોગનો ભોગ બને છે. ફોઈડના મૂળભૂત સિદ્ધાંતો પર વધુ સંશોધન કરનાર નવફોઈડવાદીઓ શ્રીમતી કેરેન હોર્નિ સલિવાન, વિલિયમ સ્ટેકલ વગેરે માને છે કે Industrialiszation થકી માનવીની જીવનપદ્ધતિમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે. સ્પર્ધા, ગરીબી, યુદ્ધ વગેરે પરિબળો ઉપરાંત આક્રમક એવી આ દુનિયામાં રહીને વ્યકિતત્વનું સંતુલન જાળવવું અઘરું છે, જે જાળવી શકે છે, સમતાભાવ કેળવી શકે છે, તે માનસિક અને સરવાળે શારીરિક સ્વાસ્થ ભોગવી શકે છે, બાકીનાં લોકો અનેક રોગોથી પીડાય છે. વીસમી સદી ફેઈડની સદી તરીકે ઓળખાવવામાં આવે છે. ૭૦ વર્ષ પહેલા આખી દુનિયામાં એકમાત્ર મનોવિશ્લેષક હતો. સિમંડ ફોઈડ: એણે મનોચિકિત્સા વિગેરે માટે પાયો નાખ્યો અને મનોવિજ્ઞાન માટે મોકળું મેદાન કરી આપ્યું. માનવીને સભ્ય સંસ્કારી કહેવડાવી જીવવું છે. એટલે અનેક અતૃપ્ત ઈચ્છાઓ, વાસનાઓ “દમન' કરી મનની અંદર ધકેલી દે છે. ફોઈડના શબ્દોમકાં કહીએ તો કશુ જ ભૂલાતું નથી. અજ્ઞાત મનમાં સંઘરાય છે. મોટા ભાગની માનસિક બિમારીનું કારણ દબાઈ ગયેલી વૃત્તિઓ અને સ્મૃતિઓ છે. અજ્ઞાત મનથી કશું જ અજ્ઞાત રહી શકતું નથી. દમનના સિદ્ધાંત ફોઈડને સ્વપ્નવિશ્લેષણ (Dream Interpretation) તરફ પ્રેર્યો. દમન પામેલી સ્મૃતિઓ સ્વપ્નમાં કેવી રીતે પરોક્ષપણે નવા સવાંગ સજી છતી થાય છે, એ અભ્યાસ ૧૯૦૦માં પ્રગટ થયેલા શકવર્તી ગણી શકાય એવા Interpretation of Dreams નામના પુસ્તકમાં મળે છે. માનસિક સંઘર્ષો થકી નીપજતા હિસ્ટીરીયા જેવા દર્દી પર ફોઈડ અને ડો. શાર્કોએ સંમોહનવિઘાથી ચિકિત્સા કરી. પાછળથી મુકત સહચર્ય Free Associationની પદ્ધતિ અપનાવી જે આજે પણ પ્રચલિત છે. મહાવીરે, સૃષ્ટિના પ્રથમ આધ મનોવિજ્ઞાની હતા. ચિત્તની પ્રચંડ શકિતની વાત પ્રથમ મહાવીરે કરી. તપ અને સંકલ્પથી મનને વજુ જેવી તાકાત આપી શકાય છે તે એમણે સાબિત કર્યું. ફોઈડને જો જૈન દર્શનનો, કે પૂર્વની વિચારધારાઓ, દાર્શનિકો કે દર્શનોનો પરિચય હોત, તો માત્ર બે શબ્દોમાં એનું સંશોધન પરિસમાપ્ત થઈ જાત “સમતા અને સંયમ.' ફોઈડ અજ્ઞાત મનની માયાવી વૃત્તિઓ-જાતિય આવેગોને વશ થવાને બદલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy