________________
૧૦૬ બાજુ છે. બીજામાં કશુંક ઈચ્છવા યોગ્ય છે, જે પોતામાં નથી. એ અભાવ જયારે કોરી ખાય ત્યારે ઈર્ષા જન્મે છે. Inadequacy is the mother ofEnvy. અપર્યાપ્તતા
Envy અ ખતા અદેખાઈ નિર્માણ કરે છે. ટી.વી.માં એક સાબુની જાહેરખબર આવતી. ઉસકી કમીઝ મેરી કમીઝસે સફેદ કર્યું. પેલાનું ખમીસ મારા ખમીસથી ઉજળું કેમ?'
અરે તું પણ તારું ખમીસ ઉજળું કર, પેલાના ખમીસની અદેખાઈ શા માટે?
ટી.વી.માં એક ટી.વી.ની જાહેરાત આવતી. એ ટી.વી. કેવું? Your Neighbour's Envy' તમારા પડોશી તમારા ટી.વી.ની અદેખાઈ કરે એવું એટલે તમે કોઈ સારી ચીજ વસાવો, પહેરો, વાપરો તો તમારા પડોશી તમારી અદેખાઈ કરવાના જ. કરે.. એ સ્વાભાવિક છે, એવી જીવનરીતિ આજના જીવનમાં સ્થિર થઈ ગઈ છે. ઈર્ષાનું કલ્ચર આપણી સીસ્ટમ'માં ભળી ગયું છે. માણસે અપર્યાપ્તતામાંથી છૂટવા પૂર્ણતાની શોધ કરવી જોઈએ. ઈર્ષા-અદેખાઈ નહિં.
નોબેલ પ્રાઈઝ વિજેતા એલેક્ઝાન્ડર સોલ્ટની સ્ત્રીને લખ્યું છે: તમે ઠંડીમાં થીજી નથી જતા, ભૂખ અને તરસ તમને પીડતાં નથી, તમારી કેડ ભાંગી નથી ગઈ, તમાર બેઉ પગ સાબૂત છે, તમારા બેઉ હાથ કાર્યક્ષમ છે, એમને વાળી શકો છો. કાને સાંભળો છો. આંખે જુઓ છો; તો કોની અદેખાઈ કરો છો? અને શા માટે?
આપણી અદેખાઈ જીવનશકિતને ગળી જાય છે. આંખો ચોળી સ્પષ્ટ જાઓ. હૈયાને પવિત્રતાથી ભરી દો... અને જેઓ તમને ચાહે છે, તમારી શુભકામના કરે છે. તેમની સૌથી વધુ ખેવના કરો. - એ વિશ્વની સૌથી અમૂલ્ય ઘટના છે. સરવાળે આ તમારા નાટકનો છેલ્લો અંક હોય!
પાતંજલ યોગમાં આજ વાત કહી છે. ઈર્ષા, અદેખાઈ, ભય, ધિકકાર, કોઈક ઘટના કે કાર્યના પ્રતિકારરૂપે જ હોય છે અને દરેક આવી પ્રતિક્રિયાથી શરીર અને મનની શકિતનો વ્યય થાય છે, અનેક રોગો પેદા થાય છે. આવી પ્રતિક્રિયાઓથી બચીને રહીએ, તો વિપુલ શકિતનો સંચય થાય છે, જેનો વિનિયોગ ઉચ્ચ ક્ષમતાઓ માટે કરી શકાય.
બધાને અગ્રેસર થવું છે. દરેકને વટાવી પહેલા નંબરે આવવું છે. આ પ્રથમતા આજનો મહારોગ છે. નિશાળોમાં પ્રારંભથી જ સ્પર્ધાને પોષવામાં આવે છે. આ મહારોગને પ્રતિષ્ઠા આપવામાં આવે છે. શિક્ષણપ્રથા અને અનેક વ્યવસાયો-ઉદ્યોગો હરિફાઈ અને સરખામણી પર ઉભાં છે. બીજાને પાડીને ઊંચા થવું છે. ઠોઠ છોકરો પાસ થાય, તો મા-બાપ પેંડા વહેંચે. હમેશાં પ્રથમ નંબરે આવતો છોકરો બીજા નંબરે આવે, તો ઘેર માર પડે. બન્ડ રસેલે કોન્કવેસ્ટ ઑફ હેપીનેસ'માં લખ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org