SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ યુવાન વયે થતા અલ્સરમાં મોટેભાગે એના કુટુંબમાં કે વડઆવોમાં અલ્સર હોવાની શક્યતા વધારે હોય છે. બ્લડ ગ્રુપ ‘O’ ‘ઓ’ વાળી વ્યકિતને અન્ય બ્લડ ગ્રુપોવાળી વ્યકિતઓ કરતાં અલ્સરની શક્યતા ત્રણ ગણી હોય છે. આ દર્દ વારસાગત ખાસિયતરૂપે પણ જોવા મળે છે. અલ્સરોને Disease of Stress and Strain પણ કહેવાય છે. એને સ્ટ્રેસ અલ્સર પણ કહેવાય છે. શહેરી સંસ્કૃતિમાં મશીનની જેમ દોડતા વ્હાઈટ કોલર જોબવાળા લોકો સતત તાણ અને ભારણ હેઠળ કામ કરતાં હોય છે અને અલ્સરનો ભોગ બને છે. માનસિક ચિંતા કે ભારણ - તનાવ થકી મગજમાં આવેલી પેરાસિમ્પથેટિક નર્વ (જ્ઞાનતંતુ) ‘વેગસ'માંથી સીધી રીતે હાઈડ્રોકલોરીક એસીડ ઝરે છે, અને આડકતરી રીતે ગેસ્ટ્રીન નામનો હોરમોન પણ ઝરે છે. માનસિક કારણો ઉપરાંત પણ ન પચેલો ખોરાક, કેફી પદાર્થ વગેરે થકી પણ આવી પરિસ્થિતિ પેદા થાય છે. અને પછી જરૂર કરતા વધારે સતત પાચક રસો ઝરવાથી અલ્સરની બિમારી થાય છે. શારીરિક સ્તરે પેન્ક્રીઆસ ગ્રંથિમાંથી ઝરતા રસો એસીડને સમતોલ રાખે છે પણ પેન્ક્રીઆસની કામગીરી અસંતોષકારક હોય, તો પણ અલ્સર થાય છે. ભૂખ્યા પેટે કે ઉત્તેજનાત્મક અવસ્થામાં જો પેપ્સીન-પાચક રસો ઝરે, તો એમને જરૂરી ખોરાક ન મળતાં હોજરી અને પકવાશયને નુકશાન પહોંચાડે છે. અને હોજરીની આંતરત્વચા- મ્યુકોસાની પ્રતિકારશકિત ઘટી જતાં, આવી પરિસ્થિતિ પેદા થાય છે. ઈર્ષ્યા અને ધિકકાર જેવી વૃત્તિઓ અલ્સરને જન્મ આપે છે. ઈર્ષ્યાથી માણસ મનમાં ને મનમાં બળે છે, પેટમાં બળતરા થાય છે એવા શબ્દપ્રયોગ પણ ઈર્ષાળુ માટે વપરાય છે અને સાચે જ ઈર્ષાથી એસીડ ઝરતા ઈર્ષાળુના પેટમાં બળતરા જ થાય છે! સતત ધૃણા કે ધિકકારની લાગણી માનવીને જંપવા નથી દેતી અને મગજ પર એવી અસર કરે છે કે સરવાળે આવી વ્યકિત અલ્સરનો ભોગ બને છે. અલ્સર ઉપરાંત સ્નાયુઓના સંકોચન થકી થતો માથાનો દુ:ખાવો તથા માઈગ્રેન પ્રકારનો માથાનો દુ:ખાવો, આધાશીશી પણ મહદ્ અંશે તાણ અને ભારણથી થાય છે. ઈર્ષા-અદેખાઈ-યુગપ્રવર્તક દુષણો Ayn Rand - આઈન રેન્ડે આધુનિક યુગને ઈર્ષાના યુગ તરીકે ઓળખાવ્યો છે. અંગ્રેજીમાં ઈર્ષાને Green-Eyed Monster- લીલી આંખોવાળો રાક્ષસ કહ્યો છે. આપણાથી ચડિયાતાની જ આપણે ઈર્ષા કરીએ છીએ. પછી એની સફળતા કે સિદ્ધિની અદેખાઈ કરીએ છીએ. ઈર્ષા અને અદેખાઈ એક જ સિકકાની બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy