________________
આત્મનિરીક્ષણ માટે કાઉસગ્ગ સબળ સાધન છે.
કાયાની સ્થિરતાની સાથે એકાગ્ર ધ્યાન-ચિંતન જે શુભ હોય, ઉત્તમ કોટિની સાધના બને છે. (ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસિરામિ). કર્મની નિર્જરા સાથે આત્મશુદ્ધિ અને આત્મિક શકિત ખીલે છે. માનવી સંયત બને છે.
૯૫
ધ્યાનમાં સાધકે પોતાની વૃત્તિઓને જોતાં શીખવાનું હોય છે. અંતરમાં ધ્યાનનો પ્રવાહ વહેતો રહે તો જ સઘળી ક્રિયાઓની સફળતા- સિદ્ધિ છે. ધ્યાનવગર સર્વ ક્રિયા શુષ્ક થઈ જાય છે.
કાળનો કોળિયો કરવો હોય તો અકાળ એવા પરમાત્માના ખોળામાં બેસવું જોઈએ. અકાળના ખોળામાં બેસવું એટલે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થવું.
વિચારથી સ્વરૂપનું દર્શન થાય છે. ભાવનાથી અંતરની શુદ્ધિ થાય છે. જયારે ધ્યાનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
ત્યાગ અને વિરાગ એ નિષેધાત્મક ક્રિયા છે. એ વિરૂપ (વિભાવ)ને હટાવવાની ક્રિયા છે. જયારે જ્ઞાન અને ધ્યાન એ વિધેયાત્મક ક્રિયા છે. એ સ્વરૂપ (સ્વ-ભાવ) પ્રગટાવવાની ક્રિયા છે.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.
‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’
ન
– શ્રીમદ્ રાજચંદ્ર
ધ્યાન એ જ વીર્યશકિત છે. ધ્યાનમાં એકાગ્રતા, દ્રઢતા અને સ્થિરતા મુખ્ય છે. ધ્યાન એટલે શ્રમિત થયેલા મન-વચન-કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ, અર્થાત્ જ્ઞાનદશા.
તેમ નિદ્રા એ કર્મજનિત વિશ્રાંતિ છે. સ્વપ્ન વગરની નિદ્રાથી અગર તો વિકલ્પ વિનાની અવસ્થા, જે ધ્યાન છે, તેનાથી મન-વચન-કાયાના યોગને વિશ્રાંતિ મળે છે.
વિનોબા કહેતા : ‘ગાઢ નિદ્રા એ ધ્યાનનો જ પ્રકાર છે. નિ:સ્વપ્ન નિર્દોષ નિદ્રામાં ઉત્તમ ધ્યાન થાય છે અને એમાં જેટલો વિચારોનો વિકાસ થાય છે, તેટલો નિર્વિકલ્પ સમાધિને બાદ કરતાં બીજા કોઈ સાધારણ કામથી થતો નથી.
એક નિષ્કામ કર્મયોગી આખો દિવસ કામ કરીને સૂએ, ત્યારે તેની નિ:સ્વપ્ન નિદ્રામાં નિર્વિકલ્પ સમાધિને બાદ કરતાં બાકી બધી અવસ્થામાં આવે, તે બધા અનુભવો આવી શકે.
જેટલી સેવા, કાર્યથી થાય છે, તેનાથી ઘણી ઝાઝી સેવા ચિંતન અને ધ્યાનથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International