SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નામકરણ–વ માન વર્ધમાન એવા નામકરણને ખુલાસો આવશ્યક નિયુ`ક્તિ કે વિશેષાવશ્યકમાં નથી. જો કે વિશેષાવશ્યકમાં જન્મપ્રસંગે દેવા સાનું અને રસ્તે સિદ્ધાના ધરમા લાવી આપે છે એમ જણાવ્યું છે અને જ઼ભગ દેવેા મણિરત્ન-આદિની વૃષ્ટિ કરે છે એમ પણ કહ્યુ છે (૧૮૪૬-૪૭) પરંતુ કલ્પસૂત્રમાં સ્પષ્ટ કહ્યુ` છે ‘જ્યારથી શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાનકુળમાં લાવવામાં આવ્યા (ગર્ભાપહારકરીતે) છે ત્યારથી આખું જ્ઞાતૃકુળ રૂપાથી વધવા માંડયું, સાનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી રાજ્યથી, રાષ્ટ્રથી, સેના, વાહન અને ભડારા-કોઠારાથી, નગરથી, અંત:પુરથી, જગપથી, અને જશકાતીથી વધવા લાગ્યું. તેમ જ વિપુલ-બહેાળા ધન-ગોકુળ વગેરે કનક, રતન, મણિ, મેાતી, શ`ખ, શિલા, પરવાળાં, રાતાં રતન આદિથી પણ વધવા લાગ્યું છે. એટલું જ નહિં પણ સાતકુલમાં પ્રીતિ, આદર-સત્કારપણુ અભિવૃદ્ધિને પામ્યા છે. માટે તેમનાં માતા-પિતાએ વિચાયુ` કે પુત્રનુ નામ વધમાન રાખીશું' (૮૫–૮૬) અને જન્મ થયા પછી એ જ સંકલ્પ પ્રમાણે તેમણે ભગવાનનું ગુણનિષ્પન્ન નામ વર્ધમાન રાખ્યું (૧૦૩, ૧૦૪). આ હકીકતનું સમથ'ન આચારાંગમાં પણ છે (ર.૧૭૬) અને ગુણચન્દ્રના મહાવીરચરિતમાં પણ છે-પૃ.૧૧૪ ૧૨૪ આદિ ભ. મહાવીરનું ‘વધ'માન' નામ હતુ. એની સાક્ષી તા પ્રાચીન આગમ પણ પૂરે છે. સૂત્રકૃતાંગમાં વીસ્તુતિ અધ્યયનમાં-‘મીસેટ વજ્રમાને’ ૧.૬.૨૨) કહીને ભગવાન વધમાન મહાવીરને ઋષિઓમાં શ્રેષ્ઠ કલા છે. એટલે એ નામ હેાવા વિષે તા કોઈ સદેહ નથી અને પઉમચરિયમાં પણ ૨૪ તીર્થંકરાના નામની ગણતરી કરી છે ત્યાં પણ વમાન નામ જ છે (૨૦-૬)-તે નામ કોણે આપ્યું તેની ચર્ચા પઉમચર્યમાં નથી. પરંતુ ઉત્તરપુરાણમાં ‘ધીર’ અને વંમાન એ બંને નામેા ઇન્દ્ર પાડ્યાં છે એવા સ્પષ્ટ ઉલ્લેખ છે (૭૪.૭૬)‘વીર શ્રી વર્ધમાન શ્રેસ્વાઘ્યાદ્વિતય પાત્ । રવિષેણે મહાવીરને કારણે ઋદ્ધિ અને બીજી સપત્તિની વૃદ્ધિનું વર્ણન કર્યુ. છે પણ તે કારણે વર્ધમાન' નામ પડ્યુ એવા સ્પષ્ટ નિર્દેશ નથી કર્યા’--પદ્મચરિત ૨.૭૯-૮૩). હરિવંશપુરાણમાં માતા-પિતાએ વર્ધમાન નામ પાડયાનું જણાવ્યું નથી પરંતુ જ્યારે દેવે અભિષેક માટે મેરુપર્યંત લઈ જઈને તેમને માતા પાસે મૂકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy