SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મનગરી જન્મનગરી વિષે નોંધવું જોઈએ કે ક૫માં ક્ષત્રિયકુંડગ્રામ (૨૫) છે. આચારાંગમાં ઉત્તરવત્તિયપુરસંનિવેH (૧૭૬) એમ છે. દક્ષિણમાં બ્રાહ્મણ પુર સંનિવેશ હતા તેમાંની દેવાનંદાના ગર્ભને ઉત્તરમાં આવેલ ક્ષત્રિયકુંડપુરના સંનિવેશમાં ત્રિશલાનાગમાં લાવવામાં આવ્યું એવો નિર્દેશ આચારાંગમાં છે. આ ઉપરથી કહી શકાય કે વૈશાલીના દક્ષિણભાગમાં આ કુડપુર કે કુંડગ્રામ હશે.' અહીં આ.નિ.ને મહાવીરના જન્મસ્થાન વિષે શું અભિપ્રેત હશે તે જોઈએ. આ.નિ.માં આ પ્રમાણે ગાથાઓ મળે છે.– माहणकुण्डग्गामे कोडालसगोत्तमाहो अस्थि तस्स घरे उववाणो देवाणन्दाय कुच्छिंसि ॥ सुविणमवहारमिगह जम्मा अभिमेश वढि सरण च भीसण विवाहबच्चे दाणे संबोध शिवस्त्रमणे ।। सो देववरिगिहितो तीसवार इ इ गिहवासे अम्मापीतिहि भगवौं देवता पवइतो ॥ આ.નિ. ૩૪૦-૩૪ર=વિશે. ૧૮૨૧, ૧૮૨૨, ૧૮૬૦; આ.નિ.રૂ. ૪૫૭; ૪૫૮, ૪૬ ૦. આમાં જે વચલી ગાથા છે તે જે ખરેખર આ.નિ.ની હોત તો તેનું સ્થાન જ્યાંથી ભ.મહાવીરનું ચરિત શરૂ થાય તે પૂર્વે હોવું જોઈતું હતું. એટલે કે પ્રથમ ગાથાની પૂર્વે તેવું જોઈતું હતું. આથી ‘સુવિણ” ઈત્યાદિ ગાથા આવશ્યક નિયુક્તિમાં પ્રથમ સ્તરની નહિ પણ ગર્ભપરિવર્તન અને વિવાહ એ બન્ને બાબતનું સમર્થન કરનાર હોઈ બીજા સ્તરની જણાય છે. વળી આ.નિ.હ.ગા.નં. ૫૯ હયુત્તર’નું સ્થાન પણ વિશેષા. (ગા. ૧૮૬૬=આ.નિ. ૩૪૩)માં બદલાઈ ગયું છે. તેથી તે ગાથા પણ બીજા સ્તરની હોવી જોઈએ એવી સંભાવના થઈ શકે છે. એ ગાથામાં ખાસ કરી તેમને ક્ષત્રિય જણાવ્યા છે. તે જરૂરી ન હતુંઆમ આ.નિ.ને પ્રાચીન સ્તર ભ.મહાવીરને દેવાનંદાના પુત્ર જ ગણે છે. અને જન્મ નગરી પણ માહથકંડગ્રામ છે. આનું સમર્થન ભગવતી સૂત્રમાં છે. જ્યાં સ્વયં ભગવાન પિતાને દેવાનંદાના પુત્ર જણાવે છે. ૧. આ.નિ.માં માહણ ડગામ (આ.નિ. ૩૪૦=વિશે. ૧૮૨૧) અને ખત્તિય કુંડગામ વિશે. ૧૮૩૧, ૧૮૪૦)નો ઉલ્લેખ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy