________________
૪૪
મહાવીરચરિત મીમાંસા શકાય કે વેર–પ્રતિવેરનું પ્રદર્શન ચૂર્ણિ કરતાં ઉપૂનમાં આગળ વધ્યું છે. અને કથાપ્રસંગને જુદી જ રીતે ઉપસ્થિત કરવાની નવી પદ્ધતિ એટલે કે કઈ જ્ઞાની મુનિ પૂર્વ અને પછીના ભવેનું વર્ણન કરતા હોય–અપનાવવામાં આવી છે. જેનો વિકાસ આપણે સમરાઈશ્ચકહા, કુવલયમાલા આદિમાં જોઈએ છીએ.
આચાર્ય હરિભદ્ર આવશ્યકચૂણિની જ કથાને જેમની તેમ ઉતારી લીધી છે– આવશ્યકવૃત્તિ પૃ. ૧૭૨. મહાવીરચરિયમાં કથાનકની ઘટનાઓ સરખી જ છે. માત્ર કાવ્ય છટાને ફેર છે પ્રસ્તાવ ત્રીજે. અને આચાર્ય હેમચંદ્ર પણું પ્રાકૃતિકથાને જરા મઠારીને સંસ્કૃતમાં રજૂ કરી છે (ત્રિષ. ૧૦.૧.૮૬-૧૦૭).
ઉત્તરપુરામાં મહાવીરચરિતમાં કથાનું મૂળ ખોખું તો સમાન જ છે પરંતુ નામોમાં પરિવર્તન થઈ ગયું છે. વિશ્વભૂતિને બદલે વિશ્વનંદી નામ આપવામાં આવ્યું છે અને તેના પિતાનું નામ વિશ્વભૂતિ આપ્યું છે. કથાપ્રસંગમાં વિધભૂતિ દીક્ષા લઈ નાના ભાઈને રાજ સોંપી દે છે. પણ કથામાંની મૌલિક ઘટના ઉદ્યાન કોના કબજામાં રહે, અને તે મેળવવા કપટયુદ્ધની ધટના સમાન જ છે. વળી મથુરામાં વિશાખનંદ રાજદૂત બનીને ગયા હતા અને દુરાચારી હોઈ વેશ્યાના મકાનમાં બેઠો હતો ત્યારે ત્યાં રાજમાર્ગમાં વિશ્વનંદી મુનિ તરફ તેના માણસોએ ગાય તગડી–એમ કહી પ્રસંગમાં રોચકતા વધારવામાં આવી છે. કપિથ લતાને - બદલે ઉત્તરપુરાણમાં સાલવૃક્ષ કહ્યું છે, આથી કથામાં પ્રભાવકતા આવી છે. કવિની કલ્પના વડે આ કથાને ઉત્તરપુરાણમાં વધારે કલાત્મક રીતે રજૂ કરી છેએ સ્વીકારવું જોઈ એ (ઉત્તરપુરાણ ૭૪.૮૬) પણ કથાનું મૌલિક રૂપ જુદું નથી.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એ જ ગુણભદ્ર શ્રેયાંસ તીર્થંકરના ચરિત પ્રસંગે આ જ ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા આપી છે. તેમાં તેના પૂર્વ ભવ વિશ્વનંદીની કથા જે રૂપે આપી છે તે અતિ સંક્ષિપ્ત છે અને તેનું માળખું જરા જુદું છે. માત્ર ઉદ્યાન અને ગાયને પ્રસંગ સમાન છે. પરંતુ કપિની વાત તેમાં નથી અને કપટયુદ્ધને પ્રસંગ પણ નથી. ઊલટું બને ભાઈઓમાં ઉદાન માટે યુદ્ધ થાય છે અને વિશાખનંદી હારીને ભાગી જાય છે. તે પછી વિશ્વનંદીને વૈરાગ્ય જાગે છે. વળી વિશાખનંદીએ રખેવાળને દાટીદપટીને ઉદ્યાનનો કબજો લઈ લીધે તેમાંથી યુદ્ધ થયું–એમ નિરૂ પણ છે. આ ઉપરથી જણાય છે કે ગુણભદ્રની સમક્ષ આ કથાની પૂરી હકીકતો આ લખતી વખતે હતી નહિ જે મહાવીરચરિત લખતી વખતે તેમને પ્રાપ્ત થઈ છે. (ઉત્તર પુરાણ.૬૮-૮૨). 1. મહાવીરચરિયમાં પણ ‘ક્રોવિઢવાવો' છે. પૃ. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org