________________
૧૩૪
મહાવીરતચરિત મીમાંસા
"नाहभिक्खबे अर्धा एकपुग्गल पि समनुपस्सामि यो एवं बहुजनअहिताय पटिपन्नो बहुजनअसुखाय, बहुनो जनस्स अनत्थाय अहिताय दुक्खाय देवमनुस्सान यथयिद, भिक्खवे, मक्खलि मोधपुरिसो, सेय्यथापि भिक्खवे, नदीमुखे खिप्पं उड्डेश्य बहुन मच्छान अहिताय दुक्खाय अनयाय व्यसनाय, एवमेव खो, भिक्खवे मक्खलि. मोघपुरिसो मतुरसखिप्प मचे लोके उप्पन्नो बहूनं सत्तान अहिताय दुक्खाय अनत्थाय જ્યના યાતિ"-અંગુત્તરનિકાય ભાગ-૧. પૃ. ૩૪ (નાલંદા)
પાર્શ્વના અનુયાયી એકસાટકધર હતા અને પાર્શ્વના અનુયાયી મહાવીરે ગોશાલકના અનુકરણમાં વસ્ત્રત્યાગ કર્યો એ દલીલમાં વજૂદ એટલા માટે નથી કે પ્રથમ એ સિદ્ધ થવું જરૂરી છે કે ભ. મહાવીરે દીક્ષા પાર્શ્વના સંઘમાં લીધી. કોઈપણ વેતાંબર પરંપરાના ગ્રન્થમાં એ હકીકતની નોંધ લેવામાં આવી નથી પરંતુ સ્પષ્ટ ઉલ્લેખ તો એવો છે કે તેમણે પોતે જ સ્વયં દીક્ષા લીધી. કેઈનું પણ ગુરુપદ સ્વીકાર્યું. નથી. ઊલટુ જ્યારે તેમણે ઉપદેશ દે શરૂ કર્યો અને સંઘ જમાવ્યો ત્યારે અનેક પાશ્વસંધના અનુયાયીઓ ભ. મહાવીરના નવા સંઘમાં દાખલ થયા. અને છેવટે કેશી—ગૌતમને વાદ પછી બને સંધ એક થઈ ગયા. વળી શ્વેતામ્બર આગમો પાર્શ્વના અનુયાયીઓને વસ્ત્રધર જણાવે છે પરંતુ દિગંબર પરંપરા પ્રમાણે તે પાશ્વ પિતે અને તેમના અનુયાયીઓ પણ નગ્ન જ હતા. આથી એમ નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી કે ભ. મહાવીરે વસ્ત્રનો ત્યાગ ગોશાલકની અસર નીચે જ કર્યો. પાલિપિટકમાં નિગ્રંથોને એકસાટક(વસ્ત્ર)ધર કહ્યા છે તે ભ. મહાવીરના નિર્ગો માટે પણ હોઈ શકે છે કારણ આચારાંગમાં એક વસ્ત્ર રાખવાની અનુમતિ દેવામાં આવી છે. આચ. ૮. ૬. ૧.
ભગવાન મહાવીર જ્યારે કેલ્લાગ સન્નિવેશની બહાર પણિયભૂમિ'માં હતા, ત્યાં ગોશાલક આવીને શિષ્ય બને છે અને પછી ત્યાંથી બંને છ વર્ષ સાથે. વિહાર કરે છે–મૂળ પાઠ આ પ્રમાણે છે.
"मम सम्वओ समंता मगगवेसण करेइ, मम स्वओ जाव करेमाणे कोल्ला-.. गसंनिवेसस्स बहिया पणियभूमीए गए सद्धि अभिमसन्नाग । तए ग से गोसले. मंखलिपुत्ते हटतुठे मम तिक्खुत्तों आयाहिण पयाहिण जाव नमंसित्ता एवं वयासी'तम्मे णभंत मम धम्मायरिया अहन्न तुभ अंतेवासी' । तए ण अह गोयमा गोसालम मंलिपुत्तस्स एयमट्ठ पडिसुणेमि । तए णं अहं गोयमा गोसालेण मंखलिपत्तेण सद्धि पणियभूपीए छध्वासाइ लामं अलाभ सुह दुक्ख सकारमसकोर વાળમવાળે મારિવારિયું વેરિસ્થા –ભગવતી ૫૪૧, પૃ. ૬૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org