________________
૭૩ : જિનદેવદર્શન
નેંધઃ જલપૂજા પંચામૃતથી કરવી જોઈએ. ગાયનાં દૂધ, દહીં અને ઘી, તથા પાણી અને સાકર એ પાંચ વસ્તુથી પંચામૃત થાય છે.
ચંદનપૂજાઃ ચંદનમાં જે શીતલતા રહી છે, તે જ શીતળ ગુણ આપનામાં રહ્યો છે, અને તેવી શીતલતા આત્મામાં પ્રાપ્ત કરવા અર્થે હું ચંદનપૂજા કરું છું.
નેધઃ શાસ્ત્રમાં જ્યાં વાંચીએ છીએ ત્યાં દરેક ઠેકાણે ચંદનપૂજા એવું નામ આવે છે, તેને હેતુ શ્રી વીરવિજયજી મહારાજે સવરચિત પૂજાઓમાં ઠેકાણે ઠેકાણે આત્મશીતલતા પ્રાપ્ત કરવાનું બતાવ્યું છે. હાલમાં કેસરપૂજા મુખ્ય થઈ ગઈ છે અને ચંદનપૂજાનું ગૌણત્વ સ્વીકારાય છે. કેસરમાં ઉષ્ણતાને ગુણ છે અને ચંદનમાં શીતલતાને ગુણ છે એ સૌ માન્ય રાખે છે, આથી સમજાશે કે કેસરજા મુખ્ય રીતે આજકાલ પ્રચારમાં વિશેષપણે આવવાથી જિનપ્રતિમામાં ઉષ્ણતાના ગુણને લીધે ખાડા વગેરે પડે છે, અને તેથી કેટલીક વખત પ્રતિમાની અંગપૂજા કરી તે પર રૂપાનું ભરું ચડાવી દેવામાં આવે છે અને આથી કેસરપૂજ, આ ભરા પર કરવી પડે. છે, તે આ ઉપરથી ફલિતાર્થ એ કે ચંદનપૂજા મુખ્ય હેવી જોઈએ, અને કેસરપૂજા ગૌણ રાખવી ઘટે છે. કેસરપૂજા ગૌણ આ રીતે કે શાસ્ત્રમાં લખેલું છે કે ચંદનને વિશેષ સુગંધી બનાવવા માટે તેમાં કેસર, કસ્તુરી, બરાસ, અંબર વગેરેનું મિશ્રણ કરવું, પરંતુ ચંદનની વિશેષતા - મુખ્યતા રાખવી જોઈએ. અને કેસર ગૌણ રીતે વાપરતાં શુદ્ધ હોવું ઘટે છે અને તેથી આજકાલ આવતા અપવિત્ર કેસરની બારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org