SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના : ૬૯ એટલે ઉત્તમ મનુષ્ય ગતિ, અને સુરમ ંદિર અર્થાત્ દેવભુવન પ્રાપ્ત થાય, આમાં પણ મુક્તિભાવની વિશેષતા એ છે, પરંતુ જે ભવસ્થિતિની પરિપકવતા થઈ ન હોય તેથી તેવા ભાવની નિર્મળતા ન હેાય તેપણ મનુષ્ય તથા દેવની ઉત્તમ ગતિ પામે. હવે અગ્ર પૂજા નામના બીજો ભેદ વર્ણવે છે. ફૂલ અક્ષત વર ધૂપ પર્ધા, ગધ નૈવેદ ફુલ જલ ભરી રે; અંગ અથપૂજા મિલ અવિધ, ભાવે ભવિક શુભગતિ વરી ૨. સુ॰ પ ઉપર કહેલ અંગપૂજાના પાંચ પ્રકાર નામે ૧ ન્હવણુ ૨ ચંદન. ૩ પુષ્પ ૪.પ ૫ દીપ સાથે, અગ્રપૂજાના ત્રણ ભેદ નામે ૧. અક્ષત તે શુદ્ધ તંદુલ. ૨. નૈવેદ્ય તે સાકર પ્રમુખ. ૩. ફૂલ તે સાપારી પ્રમુખ મેળવતાં આઠ ભે છે. આ ભાવસહિત કરવાથી ભવ્ય જીવ શુભગતિ કહેતાં માક્ષને પ્રાપ્ત કરે છે. આવી રીતે અષ્ટપ્રકારી જે દ્રવ્યપૂજા તે ઉપર કહી ગયા. હવે રહેલી ભાવનાએ ટૂંકમાં કહેવાની જરૂર છે, તેથી આપણે તે તપાસીએ : ૫૮ અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના જલપૂજા : પ્રભુનું ન્હવણુ કરતાં પૂજકે એ ભાવના ભાવવાની છે કે હે પ્રભુ! જેમ જલપ્રક્ષાલનથી આ બાહ્ય મેલના નાશ થાય છે તેમ મારા આત્મા સાથે રહેલ કર્મમેલ નાશ થાએ ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy