________________
૬૮ : જિનદેવદર્શન
પૂજાના ત્રણ ભેદ છે. ૧. અંગપૂજા ૨. અગ્રપૂજા ૩. ભાવપૂજા. તેમાંની પ્રથમ અંગપૂજાના પાંચ ભેદ કહે છે: કુસુમ હેવણ વર વાસ સુગુરુ, ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સૂણી એમ ગુરુ મુખ આગમ ભાખી રે. સુo ૩.
૧. કુસુમ – પુષ્પપૂજા. તેમાં મેગ, ચંબલી, ગુલાબ પ્રમુખ, ૨, હવણ – સ્નાનપૂજા તે ગંગાજલ પ્રમુખ, ૩. વર – પ્રધાન વાસ સુગંધી એટલે ચંદનપૂજા. તેમાં કસ્તુરી, બરાસ, અંબર પ્રમુખ, ૪. ધૂપ તે અગર, દશાંગધૂપ પ્રમુખ પ. દીપક પૂજા તે ઘી તથા સૂતરની બત્તીયુક્ત. આ સર્વ મનની એકાગ્રતાએ સાર્થક છે અને તે વિના નિરર્થક છે. આ અંગપૂજા પણ પાંચ ભેદે જેમ આગમમાં કહી છે, તેમજ ગુરુમુખથી શ્રવણ કરી છે.
પૂર્વોક્ત અંગપૂજાનું ફલ કહે છે. એહનું ફલ દેય ભેદ સુણી, અનંતર ને પરંપર રે; આણપાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુમતિ સુરમંદિર રે. સુક
ફલ બે પ્રકારનું છે. ૧. અનંતર અને ૨. પરંપર અનંતર એટલે આંતરરહિત ફલ એ છે કે પૂજામાં તદાકાર વૃત્તિએ સ્વામિ-સેવકના સંબંધથી પ્રવર્તે, પરમેશ્વરની. આજ્ઞા લેપે નહીં, વળી ચિત્ત પ્રસન્ન રહેવાની પ્રવૃત્તિથી આજ્ઞાપાલનરૂપ ફલની પ્રાપ્તિ થાય. પરંપરાફેલ તે એ છે કે આજ્ઞા સહિત પૂજન કરનારને મુક્તિ તથા સુગતિ
૧. હવણ, ચંદન, પુષ્પ, અલંકાર એટલાંને પણ કેટલાક અંગપૂજા કહે છે, કેટલાક ધૂપને અંગપૂજામાં ગાણે છે અને કેટલાક નથી ગણતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org