________________
ત્રિક : ૫૩
(૩) ભાવપૂજા – ભાવસહિત સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન વગેરે મેલી ચામર વગેરે ઢાળવાથી થતી પૂજા તે. કહ્યું
છે કે :
ભાવે ભાવના ભાએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવલજ્ઞાન. કાર્યની સફળતાના આધાર ભાવના ઉપર છે. ભાવના એટલી બધી ઊંચી હોવી જોઇએ કે તે ભાવના પાસે સ્વર્ગાદિકનાં સુખા તૃણુ સમાન ભાસે. ૫. અવસ્થાત્રિક : ભગવંતની ત્રણ અવસ્થા છે, તે ત્રણે ભાવવાની છે.
આ
(૧) પડસ્થ અવસ્થા – તીર્થંકરના શરીરની અવસ્થા તીર્થંકર નામ કમ ખાંધ્યું ત્યારથી કેવલજ્ઞાન થાય ત્યાં સુધીની છદ્મસ્થ અવસ્થા છે. આ અવસ્થાના ત્રણ ભેદ છે.
-
પ્રક્ષાલન
(અ) જન્માવસ્થા - આ અવસ્થા નવરાવવું, કરવું, અંગ લુડવું વગેરે ક્રિયા કરતાં ભાવવાની છે. (આ)‘રાજયાવસ્થા – કેસર, ચંદન, ઘરેણાં ચઢાવતી વખતે તથા આંગી રચવી, માલા પહેરાવવી એ વખતે ભાવવાની છે.
(ઇ) શ્રમણાવસ્થા – ભગવંતના કેશ આદિ રહિત મસ્તકાર્ત્તિ (સાધુ જેવા) જોઈને ભાવવાની છે.
(૨) પદસ્થ અવસ્થા – પદ્ય એટલે તીથૅ કરપદ – કૈવલ્યજ્ઞાન
-
તે મેાક્ષ ગયા સુધીની કેવલી અવસ્થા. પ્રભુને આઠ મહા પ્રાતિહાર્યું અને ચાર અતિશય સહિત જોઈને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org