________________
પર : જિનદેવદર્શન
કરવાથી, તથા આપણી જિંદગી પણ તેમના જેવી ધર્મિષ્ઠ, દયાળુ અને પરોપકારી થાય અને આપણે પણ તેની પેઠે મેક્ષનાં અનંત સુખ મેળવીએ એવી ભાવને ભાવવાથી આપણું કલ્યાણ થાય છે. આ દર્શન પરંપરાએ પરિણામરૂપ છે તેથી તે પરંપરાએ દર્શનથી તેના જેવી સ્થિતિએ પહેચવાને આપણે લાયક થઈએ છીએ. આ પરથી સમજાશે કે આંગી એવી હેવી જોઈએ કે જે વીતરાગ-મુદ્રાનું યથાસ્થિત ભાન કરાવે, અને આપણા કરતાં અનંતગણુ ગુણેને તે ધારણ કરનારા છે એવું હૃદયપૂર્વક સમજાય.
હમણુના લકે બાહ્ય આડંબરમાં જ મેહી. રહ્યા છે. ઘેર આવીને વીતરાગમુદ્રાનાં વખાણ એક કેર રહ્યાં, પરંતુ આંગીનાં જ વખાણ આપણે સાંભળીએ છીએ, અને તે આવી રીતે કે “ઓહો! આંગી કેવી સરસ હતી! હાર કે સુંદર લીલમને હતું! ઘડિયાળ કેવું ભતું હતું!” આમ થવાથી મૂળ વસ્તુ ભૂલી જવાય છે, અને ચિત્તને વીતરાગમુદ્રાથી પ્રાપ્ત થનારા ગુણ નામે સ્થિરતા, શાંતિ અને સમભાવ પ્રાપ્ત થતાં નથી, અને જે તે પ્રાપ્ત ન થાય તે સમજવું કે આપણા દર્શનમાં કાંઈ ખામી છે, અને આ ખામી દૂર કરવાનું આપણું કર્તવ્ય છે.) અપૂજા – ધૂપ દવે, નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકી આરતી, ઘંટ, ચેખા આદિ સાહિત્યથી પૂજા
કરવી તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org