________________
દશત્રિક : પર વાસકુટ વગેરે પહેરાવાય છે, એ બિલકુલ યોગ્ય નથી. શું પ્રભુને આપણા જેવા બનાવવા માંગીએ છીએ? ખરી રીતે એ શણગાર પહેરાવે જોઈએ કે જે જોતાં જ વીતરાગદશા-ગંભીરતા-પ્રૌઢતા એકદમ યાદ આવે દર્શનની ઘણું જ અસર થાય છે જેમ એક ક્રોધીને જોતાં જ ક્રોધ ચઢે છે, બલવાનને જોતાં જ બલ સ્કુરે છે, સૂગ ચઢે એવી વસ્તુ લેતાં સૂગ આવે છે, ખાટી વસ્તુ જોતાં જ મેઢામાં પાણી આવે છે, રાગીને જોતાં ત્રાસ છૂટે છે, પિતાની સ્ત્રીની મૂર્તિ જોઈને કામ વ્યાપ્ત થાય છે, પિતાનાં માતા, પિતા કે ગુરુની છબી જોઈ આનંદ થાય છે અને તેને મન, વચન અને કાયાએ કરીને નમસ્કાર થાય છે, તેવી જ રીતે પરમેશ્વરને – વિતરાગને જોતાં જ વિતરાગતા થવી જોઈએ. તેમની મ શાંત મુદ્રાવાળી છે અને તેમ હોવાથી તે જોઈને આપણને શાંતિ-આનંદ ઉત્પન્ન થાય છે, એટલું જ નહીં, પણ તેમના સદુગુણોનું અનુકરણ કરવાનું મન થાય છે. વળી આપણે જેમ વધારે ભાવથી વીતરાગ-પ્રતિમાને નીરખીએ છીએ, તથા સ્તુતિ, નમસ્કાર, પૂજા આદિ પ્રકારથી તેનું બહુમાન કરીએ છીએ, તેમ તેમ આપણા આત્મામાં સદ્ગુણે ગ્રહણ કરવાની તથા સદાચરણથી ચાલીને મોક્ષ મેળવવાની ઈચ્છાને અંકુરે પ્રગટ થાય છે. પ્રતિમાનું દર્શન કરવાથી, તેની પૂજા કરવાથી, જે ઉત્તમ જીવનું તે પ્રતિબિંબ છે તેના ચરિત્રનું મનન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org