________________
૪૬
દત્રિક
હવે ચૈત્યવંદનનાં ચાવીશ દ્વાર છે. તેમાંનું પહેલુ દશત્રિક (ત્રિક=ત્રણના સમૂહ) દ્વાર કહીએ. આમાં પ્રથમ ત્રિક (નૈષધિકી નિસિહી)ની છે.
૧. નૈષધિકીત્રિકઃ ઔષધિકી=નિસિહી પ્રથમ દેરાસરે જતાં કહેવી. નિસિડી એટલે નિષેધ – સાવદ્ય (પાપસહિત) વ્યાપારને મન, વચન અને કાયાથી નિષેધ કરવા. (૧) ઘરના સાવદ્ય વ્યાપાર નિવર્તાવવા માટે શ્રી જિનમંદિરના અગ્રદ્વારે એક વાર, યા મન, વચન અને કાયાથી નિવર્તાવવા ત્રણવાર નિસિહી કહેવી. (૨) જિનગૃહ એટલે દેરાસરના વ્યાપારથી નિવર્તવારૂપ તેના મધ્યમાં (ગભારામાં) પેસતાં એકવાર યા મન, વચન, કાયાથી નિવર્તવા ત્રણવાર નિસિહી કહેવી. અહી' દ્રશ્યપુજાના સ્વીકાર છે.
ઢાંત્રિક : ૪૯
(૩) દ્રવ્યપૂજાના વ્યાપારના ત્યાગરૂપ ચૈત્યવંદનના અવસરે એકવાર યા મન, વચન, કાયાથી નિવ`વારૂપ ત્રણ વાર નિસીહી કહેવી. અહીં ભાવપૂજા – સ્તવનાદિકથી એકાગ્રચિત્તથી પઠનને સ્વીકાર થાય છે.
૨. પ્રદક્ષિણાત્રિક : ચૈત્યના દક્ષિણભાગથી ચૈત્યને ત્રણ પ્રદક્ષિણા દૈવી એટલે ભાવથી એમ સમજવાનું છે કે સંસારનાં ભ્રમણ ટાળવા માટે શ્રી પ્રતિમાપ્રભુની જમણી બાજુથી અનુક્રમે જ્ઞાન, દન અને ચારિત્રની આરાધનારૂપ ત્રણ ફેરા ફરવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org