________________
દ્રવ્યપૂજા : ૨૯આ કારણથી જિનેશ્વરની પ્રતિમાની સ્થાપના કરવી ચગ્ય છે. જિનપ્રતિમા જિનસારખી’ એ વાકય યથાયાગ્ય રીતે ગ્રહણ કરવાનું છે. શાહીથી કાગળ પર લખેલા અક્ષરા વાંચવાથી જિનાક્ત કથનના ખાધ થાય છે. તેવી જ રીતે પ્રભુની પ્રતિમા જોવાથી તેમના સ્વરૂપને બેધ થાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ એક બિલ્લ દ્રોણાચાર્યની મૂર્તિને રાખી ધનુવિદ્યા શીખી શકયો હતા તે પ્રભુના અનુભવ કરવા પ્રભુને પ્રત્યક્ષ કરવાની જરૂર છે, પ્રત્યક્ષ કર્યાં પછી તેમાં એકાગ્રતા સાધવાની જરૂર છે. અને એકાગ્રતાથી જ દેવસ્વરૂપનું અનુભવજ્ઞાન કે જે એક અગમ્ય વસ્તુ છે તે થાય છે. પ્રતિમામાં પ્રભુભાવના કરી યજન (પૂજન) કરવાથી અંતઃકરણમાં વધારે ઊંચી ભાવના રમણ કરે છે; તેને સ્નાન કરાવવું, પુષ્પ ચડાવવાં, આંગી કરવી આઢિ ક્રિયાઓમાં ઉચ્ચભાવના ભળેલી હાવાથી અંતઃકરણમાં પ્રભુ સંબધી પ્રેમ અને ભક્તિ પાષાય છે, અને જે સ્થાનમાં પૂજા થતી હોય તે સ્થાનનું વાતાવરણ પણ પવિત્ર વિચારથી અધિકાધિક પવિત્ર થતું જાય છે. નિયનિત્ય આવી રીતે કરવાથી દેવમ‘દ્વિરની પવિત્રતા અને આધ્યાત્મિક ખળ કોઈ વિલક્ષણ શાંતિને, ભક્તિને અને વૃત્તિના ઉચ્ચભાવને પ્રકટાવનાર થાય છે.'
દ્રવ્યપૂજા
ઉપર કહેલ છે તેમાં દ્રવ્યપૂજાને સમાવેશ થાય છે. તે પૂજા સ્નાન, વિલેપન, ભૂષણ, ફૂલ, વાસ, ધૂપ, દીપ, ફૂલ, તાંદુલ, પત્ર, પુગી, નૈવેદ્ય, જલ, વસ્ત્ર, છત્ર, ચામર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org