________________
વીર એ પ્રભુના નામના અર્થ : ૫ સ્થાપના નિક્ષેપઃ વિરભગવાનની સ્થાપના સ્થાપવી તે સ્થાપનાવી. - દ્રનિક્ષેપઃ વીશ સ્થાનક મધ્યેથી ગમે તે સ્થાનક આરાધી તીર્થકપણે થવાનાં દલીઓ ઉપાર્યા ત્યારથી દ્રવ્યવીર ભગવાન. - ભાવનિક્ષેપ: કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી સમવસરણને વિશે બેસે, દેશના દે ત્યારથી ભાવવીર ભગવાન – તીર્થકર.
પ્રથમના ત્રણ નિક્ષેપ સિવાય ભાવનિક્ષેપ થઈ શકે તેમ નથી એટલે પ્રથમનાં ત્રણ ભાવનિક્ષેપનાં નિમિત્ત છે, તેથી કમ પ્રમાણે પહેલાં ત્રણ પછી ઉત્તમ એ ભાવનિક્ષેપ પ્રાપ્ત થાય છે, તેનું પૂર્ણ રહસ્ય વીરનું યથા નામ તથા ગુણાઃ એ પ્રકારે નામ લેતાં જણાઈ આવે છે, તે આપણે જોઈએ.
વીર એ પ્રભુના નામના અર્થ વિશેષેણ ઈરતિ ક્ષિપતિ તત્તત્કર્માણિ ઈતિ વીરા
એટલે જે વિશેષપણે તેતે કર્મને અપાવે છે તેનું નામ વીરભાવનિક્ષેપમાં ચરમ – અંતિમ સ્થિતિ કે જે કેવલીની આવે છે તે સ્થિતિ સર્વ કર્મને ખપાવ્યા વગર આવતી નથી.
વિદારયતિ યત્કર્મ તપસા ચ વિરાજતે, તપોવચણ યુક્તશ્ચ તસ્માદુવીર ઈતિ મૃતઃ.
અર્થ –જે કમને છેડી દે, તપથી વિરાજમાન થાય, અને ત૫ તથા વીર્યથી યુક્ત હોય તે વીર કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org