________________
૨૪ : જિનદેવદર્શન જે તું શિવ એટલે કલ્યાણ – મેક્ષ અગર જિનદેવ પ્રત્યે પ્રીતિમાં સાધનરૂપ થાય તેવું અને તેમ થાય તે જ મારું સાધ્ય એટલે મેક્ષ દષ્ટિમાં આવે અને ભાવથી આરોગ્યમય બનું એટલે કામ, ક્રોધાદિક અંતરંગ રેગથી મુક્ત બનું. - હવે તે શિવપ્રીતિ કઈ? તે કહે છે કે તેનાં રૂપ અનેક છે. તેમાં પૂજા પણ શિવપ્રીતિ છે, અને તે જિનપૂજાને કમ સામાન્ય રીતે આ પ્રમાણે છે કે પ્રથમ જિનભગવાનનાં દર્શન, પછી તેમના નામનું સ્મરણ, તેઓશ્રીને નમન, તેમને સ્તુતિપાઠ, પછી તેમના તિસ્વરૂપનું ધ્યાન, અને છેવટે માતા-તલ્લીનતા એકરૂપતા છે.
૨૦
જપપૂજા પ્રભુનાં નામે ઉચ્ચારવાથી તેમની ચરિત્રકથાઓનું મરણ થાય છે અને તેથી તે પ્રમાણે આપણું પિતાનું વર્તન રાખવાની કલ્પના-ઇચછા-નિશ્ચય થાય છે. આવી ભાવનાથી મન નિર્મલ થાય છે, અને તેવા વર્તનથી આપણે ઉચ્ચ દશા પ્રાપ્ત કરી શકીએ છીએ.
ઉદાહરણ તરીકે છેલ્લા તીર્થકર શ્રી મહાવીરનું નામ લઈએ. તે નામ અનેક સુંદર અર્થ અને ભાવનાનું પ્રકટીકરણ કરે છે તે જોઈએ, અને તેથી ચાર નિક્ષેપે શ્રી વીરભગવાનની ઓળખાણ કરીએ.
૨૧
નિક્ષેપે વીરપ્રભુ નામનિક્ષેપઃ વીર એવું નામ તે નામવીર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org