________________
મનની શુદ્ધિ અને એકાગ્રતા : ૧૭ બીજી સારી હશે. આહારથી શરીર, શરીરથી ઇંદ્રિયે, શ્વાસોચ્છવાસ, ભાષા, અને મન – આ બધાં સાત્વિક આહારથી સારાં રહે છે, અને રાજસ કે તામસ આહારથી મલિન રહે છે. સામાન્યપણે આહાર વધારે ખાનાર વધારે ખાવાથી આળસ થતું જાય છે અને સાધારણ માણસનું મન ભૂખ્યા રહેવાથી અસ્થિર થઈ જાય છે. તેથી તેઓ મનને એકાગ્ર કરી શકતા નથી. જ્યારે આહારવિહારમાં નિયમિત રહેનારા તનને તથા મનને વધારે દુરસ્ત રાખી શકે છે, અને તેમ નહીં કરનારા તંદુરસ્તી ગુમાવી બેસે છે. તંદુરસ્તી ગુમાવતાં અનેક રોગો જોરજુલમથી શરીરમાં પેસી જાય છે અને માનસિક દુઃખોને ભોક્તા થવું પડે છે. વધારે ખાવું કે શક્તિ ન હોય છતાં કાયકલેશ અતિશય કર કે ખાવામાં અનિયમિત રહેવું એ શારીરિક પાપ છે. શારીરિક અવ્યવસ્થાથી માનસિક અવ્યવસ્થા જન્મે છે અને માનસિક અવ્યવસ્થાથી ચિત્તની એકાગ્રતા રહેતી નથી. એકાગ્રતા વગર પ્રભુસ્વરૂપની પિછાન નથી. આથી આહાર ઉપર શેડો વિસ્તાર કરવામાં આવ્યું છે.
હવે એકાગ્રતા ઉપર આવીએ. પ્રભુમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જે સ્થિતિમાં મન અને તનની આધિ-વ્યાધિ સર્વે આપણને અસર કરી શકે નહીં, અગર આપણે ગમે તે કરતાં હોઈએ, છતાં ધ્યાન પ્રભુમાં હોય. આને માટે શ્રીમદ્ આનંદઘન કહે છે કેઃ
રાગ અલ વેલાવલ ૧. કાલિંગડામાં ઉત્તમ ભાવથી ગવાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org