________________
દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? : ૧૫ સ્વામિગુણ એલખી સ્વામિને જે ભજે, દરશન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપવર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે. તાર
અર્થ–સ્વામી જે શ્રી અરિહંત તેના ગુણને ઓળખી જે પ્રાણ શ્રી અરિહંતને ભજે – સેવે, તે દર્શન એટલે સમિતિરૂપ ગુણ પામે, દર્શનની નિર્મળતા પામે. જ્ઞાન તે યથાર્થભાસન, ચારિત્ર તે સ્વરૂપ રમણ, તપ તે તત્વએકાગ્રતા, વીર્ય તે આત્મસામર્થ્ય તેના ઉલ્લાસથી કહેતાં ઉલ્લસવેથી જ્ઞાનાવરણીય કર્મને જીની મુક્તિ એટલે મેક્ષ – નિરાવરણ સંપૂર્ણ સિદ્ધતારૂપ ધામ – સ્થાનકે વસે.
સ્વામીને ઓળખ એ જ્ઞાન છે. આ જ્ઞાન વિનાના છે મુડદાં સમાન છે, કારણકે જ્ઞાન એ જીવનું લક્ષણ છે. જ્ઞાનીને મનરૂપી મંદિરમાં દેવનાં દર્શને ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે, પરંતુ સાધારણ માણસેથી તેમ થવું મુશ્કેલ છે, માટે ઉપાસક જ્ઞાની હે જોઈએ. “મન મંદિર આવે રે, કહું એક વાતડલી” એમ ગાઈએ છીએ તે ત્યાં વિચારે કે, શાણા માણસને આપણે ઘેર બેલાવશું તે ઘરની કેટલી મનોહરતા, સ્વચ્છતા રાખીશું? તે પ્રભુને મનમંદિરમાં બોલાવતાં મનની નિર્મલતા કેટલી કરવી જોઈએ?
જેમ અજવાળું હોય ત્યાં અંધારું રહેતું નથી, તેમ જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન રહી શકે નહીં; અજ્ઞાન એ અશુભ કર્મોનું કારણ છે, અજ્ઞાન જતાં અશુભ કર્મો પણ થતાં અટકે છે. તે અશુભ કર્મોને અટકાવવાની ખાતર જ્ઞાનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org