________________
૬ : જિનદેવદર્શન
દેવદર્શન ધર્મક્રિયા છે. આવી રીતે વિષયનું દિગ્દર્શન કરી, ફરી સ્મરણમાં લાવીશું કે દેવવંદન એ ઉત્તમ ધર્મક્રિયારૂપ, પાપનાશક છે. દેવમાં અરિહંત અને સિદ્ધ છે, અરિહંતમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને સમાવેશ થાય છે, તેથી દેવવંદન પાપનો નાશ કરનારું છે અને પંચપરમેષ્ટિને નમસ્કાર એ પણ પાપનાશક છે. એ બે વાક્યોથી એકબીજામાં વિરોધ આવી શકતે નથી તેથી જ કહ્યું છે કેઃ
એષ: પંચનમસ્કાર સર્વપાપપ્રણશનઃ સામાયિક અને પ્રતિક્રમણ આદિ કિયાએ યથાર્થ રીતે કરવામાં આવે તે પરંપરાએ મેક્ષના નિમિત્તભૂત છે. અર્થાત તે મોક્ષના રસ્તારૂપ છે, પરંતુ દેવદર્શન એ ધેરી રસ્તે છે. કારણકે ત્યાં ક્રિયાની સાથે દેવતા – પરમાત્માના સ્વરૂપનું ચિવન છે.
સદેવને અર્થ દેવ એ દિવું એટલે પ્રકાશવું અથવા દિધુ એટલે કીડા કરવી એ ધાતુ પરથી થયેલ છે, અને તેને અર્થ જ્ઞાનને પ્રકાશ કરનારા અથવા આત્મસ્વરૂપમાં રમણ કરનારા એમ થાય છે. જ્યાં રાગદ્વેષરૂપી અંધકાર છે ત્યાં જ્ઞાનને પ્રકાશ નથી. જ્યાં જ્ઞાનને પ્રકાશ છે ત્યાં દેવત્વ છે, તેથી દેવ રાગદ્વેષ વગરના જ હોવા જોઈએ, અને તેથી જ આત્મરમણ તે કરે છે. જે દેવ હથિયાર ધારણ કરે તે રાગદ્વેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org