________________
ચિત્ય શબ્દને અર્થ : ૫ તસ્માકર્મક્ષયઃ સર્વ તતઃ કલ્યાણમનુતે.
અર્થ–રૂડે પ્રકારે ચૈત્ય(પ્રભુ)વંદનથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે. તેથી (શુભ ભાવથી) કર્મને નાશ સર્વથા થાય છે અને તેથી કલ્યાણ (મેક્ષ) મેળવાય છે.
ત્ય શબ્દને અથ ચત્ય શબ્દને અર્થ, લેકમાં જિનબિંબ અથવા જિનમંદિર એ પ્રસિદ્ધ છે, છતાં કેટલાક તેને અર્થ જ્ઞાન, મુનિ, અને વન એ કરે છે તે યથાર્થ નથી. વ્યાકરણમાં ચિત્ ધાતુ કે જેને અર્થ સંશા ઉત્પન્ન કરવી એ થાય છે, તે ઉપરથી ચૈત્ય થયેલ છે. જેમ કાષ્ઠ વગેરેમાં પ્રતિમાને જોઈને આ અરિહંતની પ્રતિમા એવું જ્ઞાન થાય છે.
1. ધાતુપાઠમાં પણ ચિત' ધાતુથી ચૈત્યને પ્રયોગ કરેલ છે. હવે કેશ આદિ શબ્દશાસ્ત્ર જોઈએ. નામમાળા ગ્રંથમાં “ચૈત્વે વિહારે જિનવનિ એવી રીતે “ચ” શબ્દ વિહાર અને જિનાલયમાં વપરાયેલ છે. આ જ ગ્રંથના ટીકાકારે “ચીયતે ઈતિ ચિતિ' જેનાથી વૃદ્ધિ પમાડાય તે ચિત અને તેને જે ભાવ – વૃદ્ધિ પમાડવાપણું – તે ચૈત્ય કહેવાય છે એમ સિદ્ધ કર્યું છે. અમરકેશમાં પણ “મૈત્યમાયતનું પ્રેક્ત” એટલે “ચત્ય' શબ્દનો અર્થ સિદ્ધાયતન – જિનમંદિર એમ કહ્યું છે. વળી શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના અનેકાર્થ સંગ્રહમાં “ચયં જિનૌકસ્તબિંબં ચૈત્યમુદ્દેશપાદપ ચૈન્ય તે જિનમંદિર, જિનબિંબ અને જે વૃક્ષની નીચે શ્રી તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે વૃક્ષ એમ ત્રણ અર્થ કર્યા છે. વળી આગમાદિમાં પણ વિચારતાં એ જ અર્થ સ્પષ્ટતાથી વનિત થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org