________________
20
કરવામાં આવે, તે આ વિષય પરત્વે બીજા કેઈએ પણ, બીજું કોઈ પુસ્તક લખવાની જરૂરત રહે જ નહીં, એટલું બધું અધિકૃત અને ઉપયોગી આ પુસ્તક છે.
આ પુસ્તક જિનપૂજા કરનારાને જેમ પૂર્ણ માર્ગદર્શન આપનારું છે, તેમ, જિનપૂજાના વિષય પર ધર્મદેશના આપવા ઉત્સુક મુનિગણ માટે, નિર્દોષ અને પરિપૂર્ણ, વિવાદાસ્પદ કેઈ પણ ચર્ચા કે પ્રતિપાદનથી મુક્ત, પ્રમાણભૂત તમામ સંદર્ભે અને મુદ્દાઓ પૂરા પાડનારું પુસ્તક પણ છે, અને આવું પુસ્તક આપણને આપવા માટે, અત્યંત ઊંચા ગજાના સાક્ષર અને મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી સ્વ. શ્રી મોહનલાલ દેસાઈને આપણે આભાર માન ઘટે.
આ પુસ્તકને પુનઃ ઉપલબ્ધ કરી આપવા બદલ પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકે તથા આ પુસ્તકના સંપાદક પ્રા. શ્રી કાંતિભાઈ બી. શાહ અને આ સંપાદનકાર્યમાં મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડનાર પ્રા. શ્રી જયંતભાઈ કે ઠારી વગેરે ધન્યવાદને પાત્ર છે. આ પ્રકાશન દ્વારા તેઓ સહુએ, વીસરાઈ ગયેલા ઉત્તમ પુસ્તકને તથા તેના લેખક એવા આપણા મૂર્ધન્ય સાક્ષરવર્યને પુનજીવિત કર્યા છે તે ખરેખર અનુકરણીય તથા સ્પૃહણીય ઘટના છે. જૈન ઉપાશ્રય,
શીલચંદ્રવિજય ભગવાનનગરને ટેકરે, પાલડી, અમદાવાદ-૭, ૫-૨-૧૯૮૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org