SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજમાં વધુ ને વધુ વંચાય – ફેલાય, તે આજે જિનપૂજા અને દેવદર્શન કાજે ભાવિકે બહળી સંખ્યામાં દેરાસરે3 1 1 તીર્થ સ્થાનમાં ઊભરાય છે, તેમને વિધિશુદ્ધિ અને આશાતનાનિવારણને ઘણું લાભ થાય, આવી ઈચ્છા કેટલાંય વર્ષોથી મનમાં રમ્યા કરતી હતી, પણ આ કામ કેવી રીતે અને કેના દ્વારા થાય તે એગ્ય ગણાય, એ અંગે મૂંઝવણ રહેતી. કઈ પણ રીતે આ પુસ્તક છપાવી દેવાનું કામ અઘરું નહોતું. પરંતુ છપાયા પછી છપાવનાર તેને રૂપે પ્રચારી ન શકે અથવા જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ન પહોંચે ને આડેધડ જતું રહે કાં ધૂળખાતું પડયું રહે છે તે બરાબર નહીં, તે ખ્યાલ પ્રવર્તતે રહ્યો. દરમ્યાનમાં, પ્રસ્તુત “જિનદેવદર્શનના જ વિષયને લઈને લખાયેલાં અને છપાયેલાં, પણ આ પુસ્તકની સરખામણમાં સાવ કંગાળ લાગે તેવાં પુસ્તક એક કરતાં વધુ જગ્યાએથી અને વળી વારંવાર છપાતાં-વેચાતાં વહેંચાતાં જોવા મળતાં રહ્યાં. આ વિષય જ એ છે કે તે અંગે લખનારને સહેજે કપ્રિયતા મળે જ; અને તેમાંય જે અમુક પ્રકારની આવડત હોય તે તે આ વિષય પરના પુસ્તકની નકલે ચપચપ ખપે! પણ વધુ આવૃત્તિઓ થવી એ, હમેશાં, પુસ્તકની ઉપગિતા કે લોકપ્રિયતાને માપદંડ નથી બનતું; હા, એ વ્યાવસાયિક આવડતનું સૂચક અવશ્ય બની શકે. મને તે સતત લાગ્યા કર્યું છે કે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના પ્રસ્તુત પુસ્તકને જ જે સર્વત્ર અને સમુચિત પ્રચાર-પ્રસાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy