________________
ગાગરમાં સાગર સમાવનારું પુસ્તક જન્માન્તરસહસેષ તપધાનસમાધિભિઃ, નરાણુ ક્ષીણપાપાનાં જિને ભક્તિઃ પ્રજાયતે.
હજાર હજાર જન્મ સુધી તપ તપ્યાં હય, ધ્યાન ધર્યા હોય અને સમાધિ સાધી હોય ત્યારે, ક્યારેક, પાપને નાશ તે થઈ જાય, તે જિનભગવાન પ્રત્યે ભક્તિ જાગે.”
શ્રી જિનેશ્વરના સમર્પિત ભક્ત સાધકોએ આ રીતે જેનો મહિમા ગાયા કર્યો છે તે જિનભક્તિ શું છે? તે કેવી રીતે થઈ શકે? જિનભક્તિ માટેને વિધિ શું છે અને શું શું કરવાથી અવિધિ અને આશાતના થાય? જે ભગવંતની ભક્તિ કરવાની છે તે જિનેશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેમની પૂજા અને દર્શન શા માટે કરવાનાં છે? ઈત્યાદિ પ્રશ્નો પરત્વે સરળ તેમ જ શાસ્ત્રીય માર્ગદર્શન આપતું પ્રસ્તુત પુસ્તક “જિનદેવદર્શન’ પુનઃ પ્રગટ થઈ રહ્યું છે તેથી ચિત્ત ખૂબ પ્રસન્નતા અનુભવે છે. કદ અને દેખાવમાં નાનકડું લાગતું આ પુસ્તક વાસ્તવમાં તે “ગાગરમાં સાગર'ની ઉપમાને પાત્ર છે.
આ પુસ્તકની ઉપયોગિતા વિશે શું કહેવું? એટલું જ કહું કે જિનભક્તિ વિશે અધિકૃત અને પ્રમાણભૂત રજૂઆત કરતું આ પુસ્તક અમારા જેવા સાધુએ કાયમ પિતાની પાસે જ રાખે છે અને તેને સમુચિત ઉપયોગ પણ કરતા રહે છે.
આ પુસ્તક અલભ્યપ્રાય હોવાથી તે ફરી છપાય અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org