________________
[16
તરફ ધીમેધીમે એક શ્રેણીથી બીજી તેનાથી ઉત્તમ શ્રેણું તરફ જઈ શકાય છે.
આ વાત ધ્યાનમાં રાખી શ્રી જિનભગવાનના અતિશય અને પ્રાતિહાર્યોમાં જે-જે ભાવના ભાવી શકાય તેમ છે તે તે ભાવના, જે દર્શન-વંદનને વિધિ છે તેને હેતુઓ, અને દેવવંદનમાં જે સૂત્રોને કમ આપેલ છે તે કમને જે મૂલ આશય હોઈ શકે તે આપેલ છે, અને સાથે શ્રી જિનપૂજાનું સામાન્ય સ્વરૂપ પણ સમજાવેલ છે. આ સંબંધે મુનિશ્રી ચારિત્રવિજ્યજીએ જે અમૂલ્ય સહાય આપી છે તેને માટે આ લેખક તેમને અતિ ઉપકાર માને છે. અને વિશાલ વાચનથી સ્થિતપ્રજ્ઞ રા. રા. અમરચંદ ઘેલાભાઈ (ભાવનગરવાળા)એ આ પુસ્તક આખું અવલકી જે-જે સૂચનાઓ કરી છે, તેને માટે તેમને પણ આભાર સ્વીકારે છે.
ભાષા બહુ સરલ, સામાન્યજન અને વિદ્યાર્થીવર્ગથી સમજી શકાય તેવી રાખવા પ્રયત્ન કર્યો છે. તેથી જ્યાં-જ્યાં દેવવંદન ભાષ્ય અગર ત્રણ ભાષ્ય શીખવવામાં કે અભ્યાસક્રમમાં રાખે છે – જેવી રીતે શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક પરીક્ષા, શેઠ ઉત્તમચંદ જૈન સ્ત્રી ધાર્મિક પરીક્ષા (હાલ ઓળખાતી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ધામિક ઈનામી પરીક્ષા), જૈન પાઠશાળાઓ વગેરે – ત્યાં ત્યાં આ પુસ્તક ઉપયોગી નીવડશે એમ આ લેખક નમ્રપણે આશા રાખે છે, અને તેમ થયે તેને શ્રમ વિશેષ કૃતાર્થ થશે.
આ પુસ્તકને હજુ પણ વિશેષ વિસ્તારવાની જરૂર રહે છે. છતાં હાલ તે બીજા સંજોગોને લઈને, તથા તેને જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org