________________
ક્રમના હેતુ સાથે સૂત્ર : ૮૭ સલ્વન્નણં, સવ્વદરિસિણું, સિવ મયલ મરુઅ મણુંતમખયમવ્યાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું, નમે જિણાણું, જિ અભયાણું. ૯
પ્રથમ સ્તંતવ્ય સંપદા છે, કારણ કે નીચેનાં વિશેષણ વાળા પ્રભુને વિવેકી પુરુષોએ તલવા ગ્ય છે. ૧. અરિહંત કે જેને વિશેષથી અર્થ આગળ અપાઈ ગયેલ છે.) તેને અને ભગવંતને નમસ્કાર છે.
ભગવંત એટલે ભગવાળા. ભગના છ અર્થ. સમસ્ત ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષમી, ધર્મ અને પ્રયત્ન. આ છ વસ્તુઓ અરિહંતમાં ઉત્કૃષ્ટપણે વર્તે છે તે આ રીતે દેવતાઓ ભક્તિથી મહાપ્રાતિહાર્ય કરે છે તે સમસ્ત એશ્વર્ય, સકલ સ્વભાવથી થયેલ અંગૂઠારૂપ અંગારનિદર્શનાતિશયે કરી જે સિદ્ધ ઇદ્રનું સારમાં સાર એવું રૂપ પ્રભુના અંગૂઠા પાસે લાવીએ તે તે તેની પાસે અંગાર – કેલસા જેવું લાગે એવું તે રૂપ રાગ, દ્વેષ, ત્યજી પરિસહ, ઉપસર્ગ સહન કરવારૂપ પરાક્રમથી ઉત્પન્ન થયેલે યશ ઘાતકર્મના નાશ રૂપ પરાક્રમથી પ્રાપ્ત કરેલાં સુખરૂપી સંપત્તિ તે ઉત્કૃષ્ટ લક્ષ્મી, સમ્યગ્દશનાદિરૂપ, અને દાન, શીલ, તપ, ભાવનામય ધર્મ અને પરમ વીર્યથી ઉત્પન્ન થયેલ એકરાત્રિજ્યાદિક – એક રાત્રિ આદિ પ્રમાણની મહાપ્રતિમા ભાવહેતુ તે પ્રયત્ન. આ છે પ્રકારનું ભગ જેને છે તે ભગવંત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org