________________
૭૮ : જિરવદન આદિ દેખી સાંભળીને જે રાગ ઊપજે છે તે પ્રશસ્તરાગ છે. જગતના જીવને મેહરૂપી અંધકારથી નિવારવા ધર્મદેશને આપવાથી તથા તત્વથી ભૂલા પડેલા જેને તત્વના દેખાડવાથી શ્રી અરિહંતનું જે ઉપકારીપણું થયેલું છે તે પર ઈષ્ટતા રાખવી, તથા નિર્મલ કેવલજ્ઞાનાદિ ગુણે ઉપર રાગ રાખવે એ પ્રશસ્તરાગ છે. આ રાગથી કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન આદિ તુચ્છ ભાસે, કારણકે તે આ લેકના સુખના હેતુ અને ભાવ - અશુદ્ધતાના વધારનાર છે; આ શ્રી અરિહંતને રાગ પરંપરાએ આત્મસુખને હેતુ છે.
શુદ્ધ ભાવપૂજા એટલે આત્માના ચેતનવીર્ય સમા શ્રી અરિહંત પરમાત્માના શાયક સિદ્ધત્વાદિ ગુણની અનુસાર પ્રવૃત્તિ કરવી એટલે ગુણરાગી થઈને ગુણબહુમાની થવું તે. આ પછી સ્વસ્વરૂપમાં તન્મય થયેથી સ્વરૂપપૂર્ણતા નીપજે, એટલે મોક્ષમાર્ગ સાધ્ય થઈ શકે.
આત્માના જે પશમભાવી દર્શન ગુણ અને જ્ઞાનાદિ ગુણ પ્રભુની પ્રભુતામાં લયલીન થયા છે, એટલે જેટલી આત્મશક્તિ પ્રગટી છે તે સર્વ, અરિહંતના ગુણને અનુયાયી કરીને તન્મયતારૂપ કરે તે શુદ્ધભાવપૂજા છે.
આવી રીતે શુદ્ધ નિર્મલતી શ્રી અરિહંત દેવ સિદ્ધ ભગવાનના રસથી તેના ગુણની ભેગી ચેતના રંગાય એટલે અન્ય વિકલ્પ ટાળી અનુભવભાવના સહિત પ્રભુસ્વરૂપે રસીલી થાય ત્યારે આમભાવ પ્રગટે એટલે ભવ્ય જીવ પહેલાં આ ભાવલંબી થાય ત્યારે પોતાના ગુણને સાધતે – નિપજાવતે, સમ્યગ્દર્શનાદિક ગુણને પ્રગટ કરતે, ગુણસ્થાન કમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org