________________
જિનાગમ સ્તુતિ
૩૭
પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવતી શકે નહીં. ફરી ફરી ઠેક ઠેકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મોક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગેપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વરૂપગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેથી નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટો એમાં કંઈ સંશય નથી.
પાનું ૪૯૩ પત્રાંક નં. ૫૩૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org