________________
-
--
-
-
-
-
-
-
-
-
૧૪
શ્રી જિનેશ્વર મહિમા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પિતાની ઈચ્છા પૂર્ણ થશેએટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે બટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે.
- જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખ સમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હેય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તે સદષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ છે જ નહીં. ભગવાન તે અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે, તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાન સુખના અપરિપૂર્ણપણથી જ થાય. ભગવાનમાં તે તે બને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તે દોષને વિલાસ છે, સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સહેષતા હેય, અને જેને એ બને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દેષનું પણ સંભવિતપણું છે, જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દોષને જ વિલાસ છે, અને એ દેષવિલાસ તે અજ્ઞાની જ છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તે દેષવિલાસ ઈચ્છતા નથી, તે અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે, અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org