________________
પ્રસ્તાવના શ્રીમદના આંતર વૈભવની ઝાંખી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં તત્ત્વનિષ્ઠા અને ધર્મનિષ્ઠાની સહામણું અને વિરલ ફૂલગૂંથણનાં અલાદકારી દર્શન થાય છે, તત્વનિષ્ઠા એટલે આંતરિક રીતે પિતાની જાતને યાને આત્મતત્વને અને બાહ્ય રીતે વિશ્વતત્વને જાણવાની સત્યનિષ્ઠા, સત્યના ઝીણામાં ઝીણા અંશને અને મોટામાં મોટા સ્વરૂપને પામવાની ઉત્કટ ઝંખના, અને ધર્મનિષ્ઠા એટલે સત્યનું જે કંઈ દર્શન થયું હોય એને જીવન સાથે એકરૂપ બનાવી લેવાનો અવિરત અને અદમ્ય પુરુષાર્થ.
આ બન્નેની સમાન ભાવે ઉપાસના કરવાને લીધે શ્રીમદ્ભી જીવનસાધના સફટિક સમી વિમળ અને હિમાલય સમી ઉન્નત–ઉચ્ચાશયી બની હતી. અને તેથી તેઓ એક આદર્શ ધર્મપુરુષ કે સંતપુરુષ તરીકેના બહુમાનના અધિકારી બની ગયા હતા. અર્થાત્ જેમ જ્ઞાનની ઉપાસના માટે તેમ ક્રિયા કે ચારિત્રમય ધમની આરાધના માટે તેઓ સદા પ્રયત્નશીલ અને જાગ્રત રહેતા હતા. અને શ્રદ્ધાનું તત્વ-દેવ, ગુરુ અને ધર્મ ઉપરની દઢ આસ્થાનું સવ-તે એમના એક એક આમપ્રદેશમાં ભર્યું હતું. એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિર્મળ આરાધનાના શાસ્ત્ર ચીંધ્યા માર્ગના પુણ્ય યાત્રિક તરીકે તેઓ મોક્ષમાર્ગના સાચા અને અધિકારી સાધક હતા, એમ કહેવું જોઈએ.
એક જીવનસાધક સંત તરીકે શ્રીમનાં વૃત્તિ અને વલણ અંતર્મુખ હેય અને એમની પ્રવૃત્તિ અને રુચિનું યુવબિંદુ આત્મલક્ષી કે આત્મભાવનાં દર્શનનું હોય એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org