________________
૧
૧૫. ઘણીવાર કહીને લખી ગયા કે મે ઘણાના છું જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું... હાય તેા તે શ્રી વિના જીવનમાંથી છે. ૧૬. ....તેમને આખું જગત પેાતાના સગા જેવુ હતુ. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈ ને જે કલેશ આપણને થાય છે, તેટલે કલેશ તેમને જગતના દુ:ખને, મરણને જોઈ ને થતા. સ. ૧૯૭૮ અમદાવાદમાં રાજચંદ્ર જયંતી' પ્રસંગે આપેલ વ્યાખ્યાનમાંથી. ૧૭. શ્રાવક હતાં શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ પ્રાણી માત્ર સાથે અભેદ્ય સાધનારા, મેાક્ષને કિનારે પાંચેલા, વણિક હતાં, ધનપ્રાપ્તિની શકિત હતાં, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છે।ડી ઈશ્વર પ્રાપ્તિનાં સાહસ સાધનારા, આધુનિક જમાનાના એક ઉત્તમે ત્તમ દિવ્ય દર્શન કરનારા રાયચંદભાઈનું આજના જેવા સમયે કીતન કરવાના અમૂલ્ય લાભ મળે એ કેવુ' ભાગ્ય !
૧૮. ....રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તે ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક મની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહુ જેવા સમર્થ અનીએ તા જીવનનું સાક છે.
માંડવીમાં સ. ૧૯૮૨ કારતક સુદ ૧૫ ને દિવસે આપેલ વ્યાખ્યાનમાંથી ૧૯. એમના જીવનમાંથી ચાર ચીજો શીખીએ : ૧. શાશ્વત વસ્તુમાં તન્મયતા, ૨. જીવનની સરળતા, આખા સ’સાર સાથે એક વૃત્તિથી વ્યવહાર, ૩. સત્ય, અને ૪. અહિંસામય જીવન.
સં. ૧૯૯૨ કાર્તિકી પૂર્ણિમાના દિવસે વર્ધામાં પ્રાથના
પછી આપેલ પ્રવચનમાંથી.
Jain Educationa International
-:
For Personal and Private Use Only
www.jainelibrary.org