________________
૯આતરવૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય, એવી વૈરાગ્ય લગની કવિની હતી. - ૧૦. તેમના લખાણમાં સત નીતરી રહ્યું છે, એવો મને હંમેશા ભાસ આવ્યું છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખે. લખનારને હેતુ વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાને હતો. જેને આત્મકલેશ ટાળવે છે, જે પોતાનું કર્તવ્ય જાણવા, ઉત્સુક છે, તેને શ્રીમદ્દના લખાણમાંથી બહ મળી રહેશે. એ મને વિશ્વાસ છે. પછી તે ભલે હિંદુ હે યા અન્યધમી.
૧૧. હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા.
૧૨. ..હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એ મનને વિશ્વાસ આવ્યું. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ી ” પ્રસ્તાવનામાંથી ૧૩. એક પત્નીવ્રતને તે વિવાહ થતાં જ મારા હૃદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રાચર્યનું પાલન કરવું એ. મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્ય એ અત્યારે મને ચેખું યાદ નથી આવતું; એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.
આત્મકથા ખંડ ૧ ભાગ ૩ પ્ર. ૭ ૧૪. જેમનું પુણ્ય સ્મરણ કરવા આપણે આવ્યા. છીએ તે દયાધર્મની મૂર્તિ હતા. તેમણે દયા ધમને જાણે હતે, ને પિતાના જીવનમાં કેળવ્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org