________________
સ્વાભાવિક છે; જીવનની સાધના કરવા ઈચ્છતા દરેક સાધકને રાહ આ જ હોઈ શકે. પણ શ્રીમની વિરલ કે અસાધારણું કહી શકાય એવી વિશેષતા એ હતી કે એમની સાધનાને માર્ગ, એમનાં વૃત્તિ અને વલણ તેમજ એમની પ્રવૃત્તિ અને રુચિ, યથાર્થ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હતાં.
શ્રીમની જ્ઞાન સાધનાની ભૂમિકા કેટલી ઉચ્ચ હતી અને એમાં એમણે કેટલી સિદ્ધિ મેળવી હતી, એને વિચાર કરતાં સાચેજ, હેરત પામી જવાય છે. એમની શાસ્ત્રોની ભાવનાને આત્મસાત કરવાની શક્તિ, ગમે ત્યાંથી સત્યને શોધી કાઢવાની સૂઝ અને પિતાની લાગણીઓને, એક સિદ્ધહસ્ત સાહિત્યકાર અને કવિની અદાથી, સુગમ, સચોટ અને સત્યલક્ષી ભાષા અને શૈલીમાં, ગદ્ય અને પદ્ય બંને રૂપમાં, રજૂ કરવાની પ્રતિભા જાણે એમની જન્મજન્માંતરની જ્ઞાનસાધના અને સત્યશોધક દૃષ્ટિની સાક્ષીરૂપ બની જાય છે. શ્રીમની જ્ઞાતા અને સર્જક તરીકેની આવી ઉન્નત ભૂમિકા જોયા પછી એમને પંડિત, વિદ્વાન કે સાક્ષર કહેવાથી એમનું સાચું મૂલ્ય આંક્યાને સંતોષ નથી થત; એમને તે જ્ઞાની કે આત્મજ્ઞાની જ કહેવા જોઈએ, કે જેમની જ્ઞાને પાસનાનું પ્રેરક બળ ને તે વાદ વિવાદમાં વિજય મેળવવાની લાલસા છે, ન તો પિતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાની વૃત્તિ છે કે ન તે પિતાની વિદ્વત્તાથી બીજાને આંજી નાખવાની ઈચ્છા છે, જ્ઞાનેપાસનાનું એમનું એક માત્ર ધ્યેય પરમ સત્યરૂપ આત્મતત્વને જાણવાનું અને અજવાળવાનું જ હતું. તેઓની એ સાધનાથી વ્યાપક જનસમૂહને જે લાભ થયો એ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org