________________
જૈન દર્શનનું માહામ્યા
૧૭૯ જૈન ધર્મના સિદ્ધાંત દેશની ઉન્નતિનું કારણ
આ ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું :
પ્ર–ભાઈ જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિવ્ય સનતા, ઉદ્યમ આદિને બંધ કરે છે?
(મહીપતરામે ઉત્તર આપે) મ૦ ઉ૦–હા.
પ્ર–ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચેરી, કુસંપ, કૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ વિરુદ્ધ આહારવિહાર, મજશેખ, વિષયલાલસા, આળસ -પ્રમાદ આદિને નિષેધ કરે છે?
મક ઉ –હા.
પ્ર—દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરેપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર —પાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થ પટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર– મનને અશક્ત કરે એવા વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન જશેખ, આળસ–પ્રમાદ આદિથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org